AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : 120 કરોડના ટાઈડલ ડેમે સર્જ્યો વિવાદ! પૂર્ણા નદીનો માર્ગ બદલાતા ખેડૂતોમાં ભારે રોષ, જુઓ Video

નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં આવેલા પૂર બાદ ટાઈડલ ડેમ નજીક નદીનું વહેણ બદલાતા ખેડૂતોની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. કસબા અને વિરાવળ ગામના ખેડૂતોએ ₹120 કરોડના ખર્ચે બની રહેલા ડેમના બાંધકામમાં બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

Navsari : 120 કરોડના ટાઈડલ ડેમે સર્જ્યો વિવાદ! પૂર્ણા નદીનો માર્ગ બદલાતા ખેડૂતોમાં ભારે રોષ, જુઓ Video
| Updated on: Aug 05, 2026 | 7:58 PM
Share

નવસારી જિલ્લાની પૂર્ણા નદીમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર બાદ એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આશરે ₹120 કરોડના ખર્ચે નિર્માણાધીન ટાઈડલ ડેમ નજીક નદીનું વહેણ અચાનક બદલાઈ ગયું છે. નદીના વહેણ બદલાવાને કારણે કસબા અને વિરાવળ ગામના ખેડૂતોની ખેતીની કિંમતી જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે, જેના પરિણામે ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ ધોવાણનું મુખ્ય કારણ ટાઈડલ ડેમના બાંધકામમાં દાખવવામાં આવેલી બેદરકારી છે. તેમના મતે, બાંધકામ દરમિયાન યોગ્ય ધ્યાન રાખવામાં આવ્યું નથી અને નબળી કામગીરીના કારણે નદીએ પોતાનો માર્ગ બદલી ખેતીલાયક જમીનને નિશાન બનાવી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે અગાઉ પણ અનેક વખત કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી હતી અને સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરી હતી, પરંતુ તેમની રજૂઆતોને અવગણવામાં આવી હતી.

“કેટલા ફોન કર્યા તમને કે આ લોકોને કહો કે સરખું કરો….

આ સ્થિતિની સમીક્ષા કરવા માટે ટાઈડલ ડેમના કર્મચારીઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ખેડૂતોએ તેમનો ઘેરાવ કર્યો હતો. ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવતા કર્મચારીઓને આડે હાથ લીધા અને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એક ખેડૂતે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, “કેટલા ફોન કર્યા તમને કે આ લોકોને કહો કે સરખું કરો. અમે કહ્યું કે આ લોકોને કહો તમે સરખું કરો. તો પણ શું થયું આજે? કંઈ ન થયું ને. હેં? અહીંથી આ બાંધે ત્યારે તમને કહ્યું કે સરખું લેવલ કરો. સરખું પુરાણ કરો.”

પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ પછી ટાઈડલ ડેમ પરથી પાણી જવાના બદલે હવે સાઈડ પરથી પાણીએ પોતાનો રસ્તો કરી લીધો છે. જેને લઈને ખાનગી જમીનોનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે એક અઠવાડિયા પહેલા પણ સ્થાનિક લોકો દ્વારા પાકો પાળો બનાવવાની રજૂઆતો કરવામાં આવી હતી, જેથી તેમની જમીનો બચી શકે. પરંતુ વારંવારની રજૂઆતો છતાં ટાઈડલ ડેમના કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાયા, જેના પરિણામે 40 ફૂટ જેટલી મોટી અને ઊંડી ટનલ જેવું ધોવાણ થયું છે.

મહત્વનું છે કે, જો હજુ પણ આ ધોવાણને રોકવામાં નહીં આવે તો મોટું ધોવાણ થવાનું અને લોકોની વાડીઓ તથા પોતાના ખેતરો તો ધોવાશે જ, પરંતુ સ્મશાન પણ ધોવાઈ જવાની ભયાવહ સ્થિતિ નિર્માણ થઈ છે. આ ભીતિને કારણે લોકોમાં વધુ આક્રોશ જન્મ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે વહેલામાં વહેલી તકે નદીના વહેણને નિયંત્રિત કરવામાં આવે અને ધોવાણ થયેલી જમીનનું પુરાણ કરવામાં આવે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે અને ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

કાગળની નોટનો જમાનો ગયો! RBI ગવર્નરે જણાવ્યું – દેશમાં ક્યારે શરૂ થશે પ્લાસ્ટિકની નોટ

Follow Us
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
g clip-path="url(#clip0_868_265)">