Breaking News 9 October: લદ્દાખના માઉન્ટ કુન પર હિમસ્ખલનમાં ફસાયા ભારતીય સૈનિક, એક શહીદ, ત્રણ ગુમ
Gujarat Live Updates : આજ 09 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 09 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
લદ્દાખના માઉન્ટ કુન પર હિમસ્ખલનમાં ફસાયા ભારતીય સૈનિક, એક શહીદ, ત્રણ ગુમ
આર્મીના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને આર્મીની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 આર્મી જવાનોની ટુકડી દરરોજની જેમ રવિવારે પણ માઉન્ટ કુન (લદ્દાખ) પાસે પ્રશિક્ષણ પ્રવૃત્તિઓમાં સામેલ હતી. આ ઋતુમાં આવી કવાયત કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે, 8 ઓક્ટોબરે તાલીમ દરમિયાન ભારતીય સેનાની ટુકડીએ અણધાર્યા હિમસ્ખલનનો સામનો કરવો પડ્યો હતો.
One Indian Army soldier killed, 3 missing after avalanche hits Mount Kun in Ladakh; search op underway
Read @ANI Story | https://t.co/CebGruMPvW#IndianArmy #Ladakh #Avalanche pic.twitter.com/O0Wxc8nB44
— ANI Digital (@ani_digital) October 9, 2023
-
ભુજના સુખપર રેલવે ફાટક પાસે વાહનો અટવાયા
- કચ્છમાં ભુજના સુખપર રેલવે ફાટક પાસે વાહનો અટવાયા
- રેલ વિભાગ દ્વારા ફાટક પર પાટા પાસે મેટલ પાથરી દેવાતા વાહન ચાલકોને હાલાકી છે
- મેટલના કારણે વાહનો સ્લીપ થઈ રહ્યાં છે
- પગપાળા માતાના મઢ જતા પદયાત્રીને પણ પડી રહી છે મુશ્કેલી
-
-
સાથળ ગામે કૉમ્યુનિટી હેલ્થ મહિલા ઓફિસરે કર્યો આપઘાત
- અમદાવાદ ધોળકામાં સાથળ ગામે કૉમ્યુનિટી હેલ્થ મહિલા ઓફિસરે આપઘાત કર્યો
- કિરણ ચૌહાણે ગાળોફાંસો ખાઇ આત્મહત્યા કરી
- ચાર વર્ષથી સાથળ ગામે સબસેન્ટરમાં ફરજ બજાવતા હતા
- મુળ. ચાચરાવાડી ગામના રહેવાસી અને હાલ ધોળકામાં રહેતા હતા
- મૃતદેહ પીએમ માટે ધોળકા સીએચસી ખસેડાયો
- આત્મહત્યા કરવા પાછળનુ કારણ અકબંધ
- ધોળકા રુલર પોલીસે તપાસ હાથ ધરી
-
અમદાવાદ સાકાર 7 બિલ્ડીંગમાં લાગી આગ
અમદાવાદમાં પતંગ હોટલની સામે સાકાર 7 બિલ્ડીંગમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. પીટી રેસ્ટોરન્ટમાં ચીમનીમાં આગ લાગી છે. આગ લાગતા દોડધામ મચી હતી. ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
-
સોનપરા રોડ પર સિંહે રસ્તા પર પશુનું મારણ કર્યુ
ગીરસોમનાથમાં આલીદર- સોનપરા રોડ પર સિંહે રસ્તા પર પશુનું મારણ કર્યુ. મિજબાની માણતા લાઈવ દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો
-
-
હિંમતનગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ, એક જ સ્થળે ખલૈયાઓને મળશે આકર્ષક શણગાર
નવરાત્રીને લઈ ખેલૈયાઓ તૈયાર છે અને હવે આતુરતા ગરબાની રમઝટ કરવાની જોવાઈ રહી છે. આ પહેલા હાલમાં ખેલૈયાઓ નવરાત્રી માટે સજવા માટેના સાજ શણગારને લઈ ખરીદી કરી રહ્યા છે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા હિંમતનગર શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં નવરાત્રી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ નવરાત્રી મેળાને ખુલ્લુ મુકતા અપીલ કરી હતી કે, સ્વસહાય જૂથની મહિલાઓની પાસેથી ખરીદી કરવા સૌ આગળ આવે.
-
રાજ્યભરમાં 52 સ્થળે SGST વિભાગના દરોડા
- કરચોરી અટકાવવા 23 વેપારીને ત્યાં દરોડા
- દરોડા દરમિયાન 8.10 કરોડની કરચોરી સામે આવી
- સુરત, વડોદરા, ડાંગ અને ભાવનગરમાં SGSTના દરોડા
- ગાંધીનગર, મહેસાણા અને રાજકોટમાં દરોડાની કાર્યવાહી
- સીરામીક, હોટેલ-રેસ્ટોરેન્ટ, ટુર ઓપરેટર પર તવાઈ
- મોબાઈલ ફોન, કોસ્મેટિક આઇટમ્સના વેપારીને ત્યાં દરોડા
- કોચિંગ ક્લાસીસ, ભંગાર, પ્રિન્ટીંગના વેપારીઓ પર તવાઈ
-
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાનો કેસ
- આરોપી જયસુખ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી
- વચગાળાના જામીન આપવા અરજીમાં રજૂઆત
- નિયમિત જામીન અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી હંગામી જામીન પર મુક્ત કરવા કરી માગ
- 11 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે સુનાવણી
-
પાટણ: સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી
- સાંતલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઘટના
- સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી
- સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખૂલ્લામાં જ મહિલાની થઇ પ્રસૂતિ
- સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબે પ્રસૂત મહિલાને દાખલ ન કરતા બની ઘટના
- પ્રસૂત મહિલાને પીડા થતાં સારવાર અર્થે લવાઇ હતી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં
- તબીબે પીડિત પ્રસૂત મહિલાને દાખલ ન કરી હોવાનો આક્ષેપ
- મહિલાની સામૂહિક આરોગ્ય કેન્દ્રના જ કેમ્પસમાં થઇ પ્રસૂતિ
- પીડિત પ્રસૂત મહિલા કણસતી રહી
-
વડોદરા SOG દ્વારા સ્પા સેન્ટરો પર દરોડા
- મસાજની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા દરોડા
- પોલીસ કમિશ્નરના આદેશથી વડોદરા શહેરના વિવિધ સ્પા સેન્ટરો પર દરોડા
- વાસણા તથા આસપાસના વિસ્તારોમાં આવેલ સ્પા સેન્ટરો પર દરોડા
-
દાહોદ: આંખલાઓના આતંકની દિવસમાં બીજી ઘટના
- દાહોદ ચાકલિયા રોડ પર ફરી મચાવ્યો આંખલાઓએ આતંક
- બે આંખલાઓના આતંકથી રસ્તા પર ભાગદોડ
- એક બાઈક ચાલકને પણ લીધો હડફેટે
- પેહલા રોડ ઉપર પાર્ક કરેલ કારને તોડી
- ત્યાર બાદ લડતા લડતા ડી.પીના કેબિનેટ સાથે ભટકાયા
- અનેક લોકોએ પથ્થર મારી પાણી છાંટી ભગાડવાની કોશિશ કરતા બંને વધુ આક્રમક બન્યા હતા
- રખડતા ઢોર માટે તંત્ર કોઈ નક્કર પગલાં ભરે તેવી સ્થાનીકોની માંગ
-
પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં શું છે નવું ?
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન આગામી 7 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી ચૂંટણી ચાલશે. આ પાંચેય રાજ્યની ચૂંટણીનુ પરિણામ આગામી 3 ડિસેમ્બરે એકસાથે જાહેર આવશે. આ વખતે ચૂંટણી પંચે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલીક નવી પદ્ધતિઓ અપનાવવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, પહેલા માત્ર ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવામાં આવતી હતી, પરંતુ હવે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પાછળ કરવામાં આવતા ખર્ચ ઉપર પણ પંચ દ્વારા નજર રાખવામાં આવશે.
-
ગિરનારમાં જૈન અને હિંદુ વિવાદ મામલો
- જૈન સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી પ્રેસ
- કોર્ટનો ઓર્ડર હોવા છતાં 250 લોકોને રોકવામાં આવ્યા
- ત્યાં સીસીટીવી રાખવામાં આવે
- બંને પક્ષને પૂજા કરવા દેવામાં આવે
- આવા અસામાજિક તત્વોને રોકવામાં આવે
- સાથે બેસીને સમાધાન કરવા ઈચ્છીએ છે
- સંચાલન ભલે તમે કરો પણ પુજા અને મંત્રો જાપ અમને કરવા દો
- ભગવા રૂપમાં ત્યાં અમુક શૈતાનો છે તેમણે ત્યા તલવાર રાખી છે
- પોલીસને બંદોબસ્ત રાખવામાં આવે
- જો માંગ નહિ સ્વીકારવામાં આવે તો અહિંસક આંદોલન કરીશું
-
રાજકોટ: જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ
- કોંગ્રેસના બે સભ્યોએ સામાન્ય સભામાં કર્યો વ્હિપનો અનાદર
- કોંગ્રેસના બે મહિલા સભ્યોને ભાજપે આપ્યું સમિતિમાં સ્થાન
- ગીતા ચૌહાણ અને ગીતા ચાવડાને બનાવાયા સમિતિના ચેરમેન
- કોંગ્રેસ દ્રારા બંન્ને સભ્ય વિરુદ્ધ પક્ષાંતરધારા હેઠળ કરાશે કાર્યવાહી
-
દેશના ભવિષ્ય માટે જાતિગત વસ્તી ગણતરી જરૂરી છે – રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશના ભવિષ્ય માટે જાતિગત વસ્તી ગણતરી જરૂરી છે. આ દેશના ભાગલા પાડવા માટે નથી, પરંતુ અધિકારો આપવા માટે જરૂરી છે. કેન્દ્ર સરકાર પાસે આ અંગેનો સંપૂર્ણ ડેટા છે, તે સરકારને જાહેર કરવો જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે પણ વચનો આપીએ છીએ તે પૂરા કરીએ છીએ. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેમણે અત્યાર સુધી ઓબીસી માટે શું કર્યું છે.
-
રખડતી રંઝાડે વધુ એક જિંદગીનો લીધો ભોગ, નારી ચોકડી સિદસર રોડ પરની ઘટના
Bhavnagar: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવી રહ્યા છે. રોજ કોઈને કોઈ શહેરમાં એકાદ વ્યક્તિ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવી રહી છે. છતા તંત્ર દ્વારા માત્ર કામગીરીનો જાણે ડોળ કરવામાં આવે છે. ભાવનગર વધુ એક વ્યક્તિએ રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવ્યો છે. શહેરના નારી-ચોકડી સીદસર રોડ પર રખડતા ઢોરની અડફેટે એક વ્યક્તિનું મોત થયુ છે. બાઈક પર જઈ રહેલા ધનજી ઘોરીને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. તેમના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
-
અમદાવાદ: નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે ડમ્પરે બાઈક ચાલકને લીધો અડફેટે
- પૂર્વ વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફામ
- નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે ડમ્પરે બાઈકચાલકને લીધો અડફેટે
- ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
- સ્થાનિક લોકોએ ડમ્પર સળગાવવાનો કર્યો પ્રયાસ
- ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી
- થોડા દિવસ પહેલા પણ આજ વિસ્તારમાં ડમ્પર ચાલકે એક બાળકને લીધો હતો અડફેટે
-
ગાંધીનગર: 11 ઓક્ટોબરે બે ભાગમાં રોડ શો યોજશે
- જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે મુખ્યમંત્રી મુંબઇમાં રોડ શો કરશે
- 11 ઓક્ટોબરે બે ભાગમાં રોડ શો યોજશે
- રિલાયન્સ, પાર્લે એગ્રો, L&T જેવી કંપનીના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક કરશે
- બીજા ભાગમાં 500થી 600 વિવિધ દેશોના કોનસ્યુલેટ જનરલ સાથે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરશે
-
ગાંધીનગર: બુધવારે મુંબઈ ખાતે વાઈબ્રન્ટ ગુજરાતનો રોડ શો
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનું પ્રતિનિધિ મંડળ જશે મુંબઈ
- મુંબઈ વાઈબ્રન્ટ રોડ શોમાં ઉદ્યોગપતિઓ સાથે વન ટૂ વન બેઠક કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- વાઈબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા ઉદ્યોગપતિઓને આમંત્રણ આપશે
- મુખ્યમંત્રી સાથે ઉદ્યોગમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
-
Assembly Elections 2023 Date: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની થઈ જાહેરાત, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી
પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે 9 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં વિધાનસભા ચૂંટણીની તારીખો જે નક્કી કરવામાં આવી તેની જાહેરાત કરી હતી. ત્યારે મિઝોરમની 7 નવેમ્બરે મતદાન યોજાશે.
-
ભારત પાકિસ્તાન મેચની સુરક્ષાને લઈને CM ગૃહ વિભાગ સાથે કરશે રિવ્યુ બેઠક
Gandhinagar: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. આ મેચને લઈને કડક સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટેડિયમ જાણે સુરક્ષા છાવણીમાં ફેરવાય ગયુ તે પ્રકારે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસનો કડક બંદોબસ્ત છે.
-
Israel Hamas War: યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ઈઝરાયેલમાં ફસાયેલા મેઘાલયના 27 નાગરિકો સુરક્ષિત રીતે ઈજીપ્ત પહોંચ્યા
ઇઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓ સામે યુદ્ધની જાહેરાત કરી છે. ઇઝરાયેલ હમાસ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે મેઘાલયના 27 લોકોનું જૂથ અને રાજ્યસભાના સભ્ય વાનવેરોય ખારલુખી ઇઝરાયેલના બેથલેહેમમાં ફસાયા હતા. જો કે હવે યુદ્ધની વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે.હમાસના આતંકવાદીઓએ ભારતના મેઘાલય રાજ્યના 27 નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
-
મોડાસા નજીક ટ્રક વીજ તારને અડકતા 150 બકરા ભરેલી સળગી
અરવલ્લી જિલ્લાના મોડાસાથી સમાચાર આવી રહ્યા છે. મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને પગલે સ્થાનિકોએ ફાયરની ટીમ અને સ્થાનિક વીજ તંત્રને જાણ કરી હતી. જેને લઈ વીજ લાઈન બંધ કરી સ્થાનિકોએ અને ફાયરની ટીમોએ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ જેટલી ફાયર ટીમો સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આગમાં ત્રણ લોકો ભડથુ થયા હોવાની પણ આશંકા છે.
-
રાજ્યમાં દબાણકારોની નહીં ચાલે મનમાની, શાંતિ ભંગ કરશે તો ફરી વળશે તંત્રનું બુલડોઝર
Mega Demolition: રાજ્યમાં અનેક સ્થળે દબાણકારો વર્ષોથી બેફામ હતા. પરંતુ હવે આ દબાણો, દાદાગીરી અને મનમાની ચલાવી લેવાતી નથી.જેઓ શાંતિભંગ કરે છે, તેમના પર પણ ફરી વળે છે તંત્રનું બુલડોઝર.
સપ્ટેમ્બર મહિનામાં ખેડાના ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ પથ્થરમારો કરનારા સામે એક્શન લેવાઈ. બીજી તરફ માર્ચ મહિનામાં વડોદરાના ફતેહપુરામાં રામનવમીમાં થયેલા પથ્થરમારા બાદ ફતેહપુરામાં પણ દબાણ હટાવવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. આ એક કડક સંદેશ હતો, કે શાંતિ ભંગ થાય તેવું નહીં જ ચલાવી લેવાય.
-
Panjab : જાલંધરમાં મોટી દૂર્ઘટના, ભીષણ આગમાં એક જ પરિવારના 5 સભ્યો જીવતા સળગ્યા
પંજાબના જાલંધરમાં એક મોટો દૂર્ઘટના બની છે. અહીં આગમાં દાઝી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો અને આ બાસ્ટ બાદ આખા ઘરમાં આગ લાગી હતી, જેના કારણે ઘરમાં રહેલા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
-
Ambalal Prediction: નવરાત્રીમાં નડી શકે છે વરસાદનું વિઘ્ન, 17 થી 19 ઓક્ટોબરે વરસાદની આગાહી: Video
Weather Updates: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આવ્યા છે ખરાબ સમાચાર. નવરાત્રીના દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 17થી 19 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 13થી 15 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે. તેથી અંબાલાલ પટેલની આગાહી સાચી પડે તો આ વખત વરસાદ ખેલૈયાઓનો મૂડ બગાડી શકે છે.
-
Breaking News : અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં વધારો, ધમકીભર્યા ફોન કોલ મળતા મહારાષ્ટ્ર સરકારે વધારી સુરક્ષા
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. શાહરૂખે રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે તેની ફિલ્મો પઠાણ અને જવાનની સફળતા બાદ તેને ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા છે. જે બાદ રાજ્ય સરકારે તેમની સુરક્ષા વધારવા માટે આ નિર્ણય લીધો છે. શાહરૂખની સુરક્ષા Y+ કરવામાં આવી છે.
-
આજે 12 વાગે 5 રાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત
5 રાજ્યોની ચૂંટણી પર આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે 12 કલાકે કે જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીની તારીખોનીા જાહેરાતના પગલે અટકળો ચાલી રહી હતી તે વચ્ચે આજે તેના પર પૂર્ણ વિરામ મુકાઈ શકે છે.
-
Bharuch : જર્જરિત ઈમારતનો હિસ્સો ધરાશાયી થયો, જુઓ બાળક સહીત 3લોકોના રેસ્કયુનો Live Video
Bharuch : રવિવારે તારીખ 8 ઓક્ટોબર 2023ની રાતે ભરૂચ શહેરમાં BSNL ઓફિસ નજીક આવેલ રોયલ કોમ્પ્લેક્સનો હિસ્સો ધરાશાયી થતા દોડધામ મચી હતી. રવિવારની રજાના કારણે કોમ્પ્લેક્સની દુકાનો બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી જોકે વાહનો દબાયા હતા. બિલ્ડિંગના ફ્લેટમાં એક બાળક અને બે મહિલાઓ ફસાઈ જતા ફાયરબ્રિગેડે ત્રણેયનું રેસ્ક્યુ ઓપરેશન(Rescue Operation)હાથ ધરી સલામત બચાવી લીધા હતા.
બિલ્ડિંગમાંથી એક બાળક સહીત 3 લોકો બહાર નીકળી શક્યા ન હતા
ભરૂચ નગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અનુસાર તેમની ટીમને રત્ન સુમારે કોલ મળયો હતો કે મહમદપુરા રોડ ઉપર BSNL ઓફિસ નજીક આવેલ રોયલ કોમ્પ્લેક્સનો હિસ્સો ધરાશાયી થયો છે. માહિતી મળતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થળ ઉપર જતા એક મકાનમાં સલામત હોવા છતાં એક બાળક સહીત 3 લોકો ભયભીત હતા જેમના માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું.
-
Morbi News: ચોર પણ બની ગયા હાઈટેક, ગુગલ મેપ દ્વારા 9 જેટલી ચોરીને આપ્યો અંજામ, જાણો કેવી રીતે કરતા ચોરી
Morbi News: હવે તસ્કરો પણ હાઇટેક બની ગયા છે. હાઇટેક નામ સંભાળીને આપને લાગશે કે કરોડો અને અબજો રૂપિયાની કીમતી ચીજવસ્તુની ચોરી માટે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ થતો હશે પરંતુ એવું નથી. તસ્કરો હવે નાની નાની ચોરીઓને અંજામ આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે.
-
અમે ઇઝરાયલની સાથે ઊભા છીએઃ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ટ્વીટ કર્યું કે અમે ઈઝરાયેલ સાથે ઉભા છીએ.
UK Prime Minister Rishi Sunak tweets, “We stand with Israel” pic.twitter.com/GgnfQ8KIuf
— ANI (@ANI) October 8, 2023
-
9/11 જેવા ઇઝરાયેલ પર હમાસનો હુમલોઃ સંરક્ષણ દળનો દાવો
અમે જે જરૂરી હશે તે કરીશું, આ અમારો 9/11 છે. IDFના પ્રવક્તા રિચર્ડ હેચટે હમાસના હુમલા પર મોટું નિવેદન આપ્યું છે.
“Going to do whatever needed, this is our 9/11”: IDF Spokesperson Richard Hecht on Hamas attack
Read @ANI Story | https://t.co/fa725xwF4W#IDF #Hamasattack #Israel #RichardHecht pic.twitter.com/YwK0hg4X3T
— ANI Digital (@ani_digital) October 8, 2023
-
મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં સિલિન્ડર વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી
મહારાષ્ટ્રઃ પિંપરી-ચિંચવાડના તાથાવડે વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરની 6 ગાડીઓ સ્થળ પર હાજર. સ્થિતિ નિયંત્રણમાં: પિંપરી-ચિંચવડ ફાયર વિભાગ
#WATCH | Maharashtra: A massive fire broke out following explosions in gas cylinders in the Tathawade area of Pimpri-Chinchwad. 6 fire tenders present at the spot. The situation is under control: Pimpri-Chinchwad Fire Department (08.10) pic.twitter.com/4hEoZf4fbw
— ANI (@ANI) October 8, 2023
-
જાલંધરમાં એક ઘરમાં વિસ્ફોટ, છ લોકો ઘાયલ
પંજાબઃ ADCP જલંધર આદિત્યએ કહ્યું કે અમને જલંધરના અવતાર નગરમાં એક ઘરમાં વિસ્ફોટ જેવી ઘટનાની માહિતી મળી હતી, જેના પછી અમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત પાછળનું કારણ શું છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. અમે FSL ટીમને બોલાવી છે.
-
Nainital Breaking News: નૈનીતાલમાં મોટો અકસ્માત, 32 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 6 લોકોના મોત
Nainital Breaking News: ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં 32 લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. બસ ખીણમાં પડતાની સાથે જ ઘટનાસ્થળે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 મુસાફરોના મોત થયા છે.
Published On - Oct 09,2023 6:30 AM