AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : નેશનલ હાઇવે પર અકસ્માત નિયંત્રણ માટે પોલીસની ટ્રક ચાલકોને ચીમકી : કાયદાનું પાલન કરો નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહો

Bharuch : ભરૂચ પોલીસે(Bharuch Police) અકસ્માતોની સંખ્યા ઉપર નિયંત્રણ મેળવવા નેશનલ હાઇવે(National Highway) ઉપર દોડતા વાહનોને લઈ સતર્કતા વર્તવા અને ટ્રાફિક નિયમોના પાલન માટે જોર આપ્યું છે. આ માટે ભરૂચ પોલીસે ભરૂચ જિલ્લાના ટ્રક એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી કાયદા પાલનના મામલે જાગૃત બનવા ચીમકી પણ આપી હતી 

Bharuch : નેશનલ હાઇવે પર અકસ્માત નિયંત્રણ માટે પોલીસની ટ્રક ચાલકોને ચીમકી : કાયદાનું પાલન કરો નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 7:49 AM
Share

Bharuch : ભરૂચ પોલીસે(Bharuch Police) અકસ્માતોની સંખ્યા ઉપર નિયંત્રણ મેળવવા નેશનલ હાઇવે(National Highway) ઉપર દોડતા વાહનોને લઈ સતર્કતા વર્તવા અને ટ્રાફિક નિયમોના પાલન માટે જોર આપ્યું છે. આ માટે ભરૂચ પોલીસે ભરૂચ જિલ્લાના ટ્રક એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી કાયદા પાલનના મામલે જાગૃત બનવા ચીમકી પણ આપી હતી

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓના અધ્યક્ષસ્થાને તાજેતરમાં ભરૂચ ટ્રાફિક પોલીસ તથા ભરૂચ જિલ્લાના ટ્રક એસોસિએશનના હોદ્દેદારોની એક સંયુક્ત મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં  ટ્રક ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા સૂચના આપવામાં આવી હતી. આમ કરવાથી માર્ગ અસ્માતના બનાવો બનતા અટકાવી શકાય અને ટ્રાફિક સમસ્યા મહદઅંશે અંત આવે તેવી પોલીસે રાહત દર્શાવી હતી.

ટ્રક ચાલક ટ્રાફિકમાં વાહન સુચારૂ ચાલે તે હેતુથી પોલીસે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.  ટ્રક ચાલકોને એસોસિએશન દ્વારા પાલન કરાવવાના હેતુથી આ સંયુક્ત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Gir Somnath: સોમનાથમાં ચોપાટી પર ગટરનું ગંદુ પાણી છોડાતા યાત્રિકો પરેશાન, ટ્રસ્ટ દ્વારા PM મોદી અને અમિત શાહને કરાઈ રજૂઆત-Photos

પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકાના નિયમો નીચે મુજબ છે.

  1. રોંગ સાઇડ વાહન ચલાવવા નહીં
  2.  મોટા વાહનો જાહેર માર્ગ ઉપર પાર્ક ન કરવા અને ગતિ મર્યાદામાં વાહન હંકારવું
  3. ટ્રકની ડાબી – જમણી અને પાછળના ભાગે રેડીયમ,રીફ્લેક્ટર અને ટ્રાફીકને લગતા જરૂરી નિર્દેશો દર્શાવતા ચિન્હો લગાવવા
  4.  વાહન રોડ ઉપર બગડેલ હોય ત્યારે વાહનની પાછળના ભાગે થોડા અંતરે જરૂરી નિશાન મુકવું અથવા વાહન બગડેલ છે તેમ પાછળથી આવતા વાહન ચાલકને જાણ થાય તે મુજબ જરૂરી વ્યવસ્થા કરવી
  5. માર્ગમાં બગડેલું વાહન બને ત્યાં સુધી જલ્દી વાહન ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવું
  6. ટ્રક ચાલકો પોતાની સાથે ટ્રકના તમામ કાગળો અવશ્ય રાખે.
  7. રેતી, કપચી કે અન્ય વસ્તુઓ ઉડીને રોડ ઉપર પડે તેવી વસ્તુઓ લઇ જતી વખતે તાડપત્રીથી કે અન્ય વસ્તુથી લોડિંગ સમાન ઢાંકવો
  8.  ટ્રક કે ભારે વાહનમાં જે કોઇ વસ્તુઓની હેરાફેરી થતી હોય તે મુજબ જ તેના બીલ કે બિલ્ટી વાહન ચાલક પાસે રહે તે અંગે ધ્યાન રાખવું

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">