Gir Somnath: બેટ દ્વારકા બાદ હવે સોમનાથમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી, 5 હજાર ચો.મીટર જગ્યા ખુલ્લી કરાઈ-Video
Gir Somnath: બેટ દ્વારકા બાદ હવે સોમનાથમાં પણ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ડિમોલિશન કરવામાં આવી રહ્યુ છે. વેરાવળ અને સોમનાથ રોડ પર કરાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. 5 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
Gir Somnath: તીર્થસ્થાનો પર કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી યથાવત છે. બેટ દ્વારકા બાદ હવે સોમનાથમાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યુ છે અને મોટાપાયે કરાયેલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ડિમોલિશન કરવામાં આવી રહ્યુ છે. વેરાવળ સોમનાથ રોડ પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામા આવી રહી છે. બે DySP, 2 SRPની કંપની સહિત 550 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે.સોમનાથમાં 5 હજાર ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. છેલ્લા 30 વર્ષથી કરાયેલા ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gujarati Video: લવ જેહાદના કિસ્સા રોકવા ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવા VHPની અપીલ
વેરાવળ સોમનાથ હાઈવે પર છેલ્લા 30 વર્ષથી કરાયેલા દબાણો હટાવવાની કામગીરી કરવામાં રહી છે. જેમા ભંગારના ડેલા સહિતનો ગેરકાયદે કબજો વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામા આવ્યો છે. અનિચ્છિનિય બનાવ ન બને તેને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્તનો કાફલો ગોઠવી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા આ દબાણ હટાવવા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ આજે રવિવારે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કરોડો રૂપિયાની સરકારી જમીન પર કરાયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવશે. સોમનાથમાં કોરિડોર બનવા જઈ રહ્યો છે ત્યારે એ પહેલા તમામ ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવામાં આવી રહ્યા છે.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો