Anand News : તાજેતરમાં પડેલા વરસાદની અસર શાકભાજી પાકો પર જોવા મળી, છેલ્લા ચાર દિવસથી ભાવમાં ભડકો
ચાલુ વર્ષે બે વખત શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. ત્યારે હાલમાં પડેલા વરસાદની અસર શાકભાજી પાકો પર જોવા મળી. જુલાઈ માસ બાદ ઓક્ટોબર માસમાં શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. અહીં આણંદ બજાર સમિતિના ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા શાકભાજીના ભાવની વિગત આપવામાં આવી છે.
મોટા પ્રમાણમાં શાકભાજીનો પાક પાણીમાં નાશ પામતા શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. શાકભાજીનું ઉત્પાદન ઘટતા શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. ચાલુ વર્ષે બે વખત શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. જુલાઈ માસ બાદ ઓક્ટોબર માસમાં શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. છેલ્લા ચાર દિવસથી શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. આણંદ બજાર સમિતિના ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા શાકભાજીના ભાવની વિગત જોઈએ.
શાકભાજી- 20 કિલોનો ભાવ
- બટાટા – 240 થી 260
- ડુંગળી- 400 થી 450
- રીંગણ – 600 થી 700
- ટામેટા- 120 થી 140
- દૂધી – 400 થી 500
- ગિલોડા- 800 થી 900
- ભીંડા – 600 થી 700
- ગવારસીંગ- 900 થી 1000
- પરવર – 700 થી 800
- કોબીજ- 160 થી 200
- ફ્લાવર- 700 થી 800
- તુવર સીંગ- 1440 થી 1500
- વાલ-પાપડી- 900 થી 1000
- તુરીયા, ગલકાં- 200 થી 300
- ભાજી – 1000 થી 1200
- આદુ/હળદર – 1700 થી 1800
- ધાણાં, લસણ- 1200 થી 1800
- મરચાં – 500 થી 600
- લીંબુ – 1300 થી 1400
- કારેલાં – 400 થી 500
- બીટ – 400 થી 500
- કાકડી – 600 થી 700
આ પણ વાંચો : Anand News: એક્ટિવા ચાલકની બેદરકારીને કારણે કાર પલટી, ઘટનાના CCTVમાં થઈ કેદ, જુઓ Video
વેપારીઓ દ્વારા છૂટક વેચવામાં આવતા શાકભાજીના ભાવ પ્રતિ કિલો.
- તુવેર 100
- ગવાર.100
- પાપડી.100
- કંકોળા.120
- વટાણા.200
- ગીલોડા.80
- ફ્લાવર.120
- રીંગણ 80
- આદુ.150
- ધાણા.100
- ચોળી.150
- મેથી.300
- પાલક.80
- સુવાભાજી.80
- ડુંગળી 40
બીજી તરફ રાજકોટમાં પણ વરસાદને કારણે વિપરીત પરિસ્થિતિ છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવ્યો અને ત્યારબાદ છેલ્લા દિવસોમાં વરસાદ નોંધાયો છે. જેની સીધી જ અસર શાકભાજીના પાકને પડી છે અને 10 દિવસમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે.