ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ, રાજ્યમાં નવા 18 પાર્ક સ્થાપવામાં આવશે

|

Nov 28, 2023 | 12:04 PM

ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ ગુજરાતમાં નવા 18 પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી જૂન 2025 સુધીમાં તમામ પાર્ક કાર્યરત કરી દેવામાં આવશે. રાજકોટ, પોરબંદર, વલસાડ સહિતમાં પાર્ક સ્થાપવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પાર્કથી આદિવાસી વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે.

ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ, રાજ્યમાં નવા 18 પાર્ક સ્થાપવામાં આવશે

Follow us on

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં નવા 18 પાર્ક સ્થાપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી જૂન 2025 સુધીમાં તમામ પાર્ક કાર્યરત કરી દેવાશે. વાયબ્રન્ટ સમિટ 2024 ગુજરાતમાં રોકાણકારો માટે મહત્વની બની રહેશે.

ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ ગુજરાતમાં નવા 18 પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી જૂન 2025 સુધીમાં તમામ પાર્ક કાર્યરત કરી દેવામાં આવશે. રાજકોટ, પોરબંદર, વલસાડ સહિતમાં પાર્ક સ્થાપવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પાર્કથી આદિવાસી વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે. ઈલેક્ટ્રીક વાહનો અને ગ્રીન હાઈડ્રોજન ગિફ્ટ સિટી પર ફોક્સ કરાશે.

આ પણા વાંચો-ગાંધીનગર વીડિયો : વાયબ્રન્ટ સમિટ પહેલા CM ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ પ્રવાસે, 25 નવેમ્બરે જાપાન, સિંગાપોરની મુલાકાત લેશે

આ રીતે જીરું ખાવાનું શરૂ કરો, તમારું પેટ સ્વસ્થ રહેશે
'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા?
લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે?
ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025

પોરબંદર અને વલસાડમાં સી ફૂડ પાર્ક બનાવવામાં આવશે.રાજકોટમાં ઇમિગ્રેશન જ્વેલરી, રાજકોટમાં મેડિકલ ડિવાઇસ, મોરબીના પનોલી અને જાંબુડીયામાં સિરામિક પાર્ક બનશે. જલાલપુર ટેક્સટાઇલ પાર્ક, અમીરગઢ અને છાપરામાં ફુડ પાર્ક બનાવવામાં આવશે.18 પૈકી આઠ ટ્રાઈબલ પાર્ક બનાવવામાં આવશે. જેનાથી આદિવાસી વિસ્તારમાં રોજગારી મળી રહેશે. સાણંદમાં 100 એકર જમીન પર સ્પેસ પાર્ક બનાવવામાં આવશે. જ્યાં સેમિકન્ડક્ટરિક વાહનો અને ઇલેક્ટ્રીક વાહનો ,ગ્રીન હાઈડ્રોજન ગિફ્ટ સિટી અને ધોલેરા ઉપર સીધુ ફોકસ કરાશે.

મહત્વનું છે કે વાયબ્રન્ટ સમિટ 2024 માટે સરકારે તૈયારી શરૂ કરી છે. અગાઉ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઈટ ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ સમિટ દરમિયાન યોજાનાર ઈવેન્ટસમાં ભાગ લેવા માટે ઈચ્છુક રોકાણકારો માટે યુઝરફ્રેન્ડલી અનુભવ બની રહેશે.  વાયબ્રન્ટ સમિટ સાથે રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરો વાયબ્રન્ટ સમિટમાં જોડાય તે માટે વાયબ્રન્ટ ડિસ્ટ્રક્ટ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:37 pm, Thu, 23 November 23