ગાંધીનગર વીડિયો : વાયબ્રન્ટ સમિટ પહેલા CM ભૂપેન્દ્ર પટેલ જશે વિદેશ પ્રવાસે, 25 નવેમ્બરે જાપાન, સિંગાપોરની મુલાકાત લેશે
25 નવેમ્બરથી લઈને 2 ડિસેમ્બર સુધી તેઓ જાપાન અને સિંગાપોરના વિવિધ શહેરોની મુલાકાત લેશે. ટોક્યો, કોબે, સિંગાપોરમાં વિવિધ બેઠકોનું આયોજન કરાયું છે. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પંકજ જોશી, એસ.હૈદર, આરતી કવલ અને ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ પણ CMની સાથે જશે.
વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે. 25 નવેમ્બરથી લઈને 2 ડિસેમ્બર સુધી તેઓ જાપાન અને સિંગાપોરના વિવિધ શહેરોની મુલાકાત લેશે. ટોક્યો, કોબે, સિંગાપોરમાં વિવિધ બેઠકોનું આયોજન કરાયું છે. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર, પંકજ જોશી, એસ.હૈદર, આરતી કવલ અને ગૌરાંગ મકવાણા સહિતના અધિકારીઓ પણ CMની સાથે જશે.
મુખ્યપ્રધાનનો વિદેશ પ્રવાસનો કાર્યક્રમ
CMના જાપાન પ્રવાસથી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત અને જાપાન વચ્ચે ઔધોગિક સંબધો મજબૂત થશે. CMની સાથે રાજ્યના કેટલાક ઉદ્યોગકારો પણ જાપાન જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના વિદેશ કાર્યક્રમની વાત કરીએ તો, 26થી 30 નવેમ્બર સુધી જાપાનની મુલાકાત લેશે. ત્યારબાદ 1 ડિસેમ્બરે પ્રતિનિધિ મંડળ સાથે સિંગાપોર જશે. સિંગાપોરમાં સરકારના વિવિધ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. 1 ડિસેમ્બરે બેઠકો પૂર્ણ કર્યા બાદ 2 ડિસેમ્બરે પ્રતિનિધિ મંડળ સાથે વિવિધ સ્થળોની મુલાકાત લેશે. ત્યારબાદ ગુજરાત આવવા રવાના થશે.
મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલના જાપાન પ્રવાસની વાત કરીએ તો 26 નવેમ્બરે જાપાનની રાજધાની ટોક્યો પહોંચશે. જ્યાં સૌથી પહેલા તેઓ ગુજરાતી સમુદાય સાથે મુલાકાત કરશે. 27 નવેમ્બરે ટોક્યોમાં તેઓ એમ્બેસની મુલાકાત લેશે. ગુજરાતમાં મૂડીરોકાણ માટે તેઓ જાપાન સરકાર સાથે અને ઉદ્યોગકારો સાથે બેઠક કરશે. તેઓ ટોક્યોના ગવર્નર અને ભારતના રાજદૂતની પણ મુલાકાત લેશે.
આ પણ વાંચો-શિયાળાની ઠંડક વચ્ચે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વકર્યો, નવા 41 કેસ નોંધાયા, જુઓ વીડિયો
બાદમાં ઈન્ડિયા હાઉસમાં ડિનર ડિપ્લોમસી યોજાશે. 29 નવેમ્બરે રોડ શોનું આયોજન કરાયું છે. રોડ શો બાદ તેઓ ઉદ્યોગકારો અને પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરાશે. ત્યારપછી 30 નવેમ્બરે તેઓ જાપાનના કોબે શહેરની મુલાકાત લેશે. તેઓ કોબેના ગવર્નર અને મેયર સાથે પણ મુલાકાત કરશે .આમ સીએમ ભૂપેન્દ્ર પટેલની જાપાન મુલાકાત ખૂબ મહત્વની બની રહેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો