Uttrayan 2023 : સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી

|

Jan 13, 2023 | 10:39 PM

Uttrayan 2023 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી છે. જેમાં મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્‍સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે.

Uttrayan 2023 :  સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની શુભકામના પાઠવી
Gujarat Cm Bhupendra Patel
Image Credit source: File Image

Follow us on

Uttrayan 2023 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌ નાગરિકોને શુભેચ્‍છાઓ પાઠવી છે. જેમાં મુખ્યમંત્રીએ સૂર્ય નારાયણનો ઉત્તર તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્વગતિનો ઉત્‍સવ બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે. તેમણે પતંગ ઉડ્ડયનનું આ પર્વ સમાજમા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે સંવાદિતા-ભાઇચારા અને પરસ્પર પ્રેમનું દ્યોતક બનશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો  છે.

ઉત્તરાયણ એ ભારતનો મહત્વનો તહેવાર

ઉત્તરાયણ એ ભારતનો મહત્વનો તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે.

અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે.

IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ

લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે

મકર સંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.

ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.

આ દિવસે તલના દાનનું પણ એટલું જ મહત્વ રહેલું

આ  દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે અને “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને ‘ચિકી’ ખુબ ખાય અને ખવડાવે છે. તેમજ આ દિવસે તલના દાનનું પણ એટલું જ મહત્વ રહેલું છે.

આ પણ વાંચો : Video : Surat માં ઉત્તરાયણ પર્વે ઉમેરાયું નવું નજરાણું, જ્વેલર્સે બનાવી ચાંદીની ફીરકી અને પતંગ

Next Article