AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના નવા 02 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 17 થઇ

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેમા 13 જાન્યુઆરી 2023ના રોજ કોરોનાના નવા 02 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 17 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 02 કેસમાં આણંદ 01, વડોદરા 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના નવા 02 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 17 થઇ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 7:49 PM
Share

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેમા 13 જાન્યુઆરી 2023ના રોજ કોરોનાના નવા 02 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 17 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 02 કેસમાં આણંદ 01, વડોદરા 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 03 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને સાવચેતી રાખવા માટે તમામ સત્તામંડળોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ એએમસીએ કોરોનાની એસઓપીના પાલનને લઇને તૈયારીઑ આરંભી દીધી છે. જેના પગલે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે. તેમજ એકશન પ્લાન પણ તૈયાર કર્યો છે.

કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ

અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં  કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં  મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

કોરોના સામે લડવા તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

સરકારી હોસ્પિટલોમાં  મોકડ્રીલનું આયોજન કરાયું હતું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં  મોકડ્રીલનું આયોજન કરાયું હતું.

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">