AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H1N1 અને H3N2 વાયરસ અંગે સરકાર એક્શનમાં, દવા સહિતની જરૂરી સગવડો ઉપલબ્ધ: ઋષિકેશ પટેલ

રાજ્ય સરકાર દ્વારા 11 માર્ચના રોજ રાજય કક્ષાએથી સેટકોમ દ્વારા તબીબી અધિકારીઓ તથા ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, આશા, આંગણવાડી કાર્યકરો ને માર્ગદર્શન, H1N1ના કેસોનો કોન્ટેકટ સર્વે તથા ગાઇડલાઇન મુજબ જરૂરી સારવાર આપવા માટે જાણકારી આપવામાં આવી છે.

H1N1 અને H3N2 વાયરસ અંગે સરકાર એક્શનમાં, દવા સહિતની જરૂરી સગવડો ઉપલબ્ધ: ઋષિકેશ પટેલ
Jignesh Patel
| Edited By: | Updated on: Mar 11, 2023 | 10:24 PM
Share

રાજ્યમાં 10 માર્ચ સુધીમાં રાજ્યમાં H1N1ના 77 અને H3N2 ના 3 કેસ નોંધાયા છે, જોકે H3N2થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી, ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની જનતાને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં, પરંતુ તકેદારી રાખવાની જરૂર છે.

તેમજ તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના સીઝનલ ફ્લૂને વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portalના માધ્યમથી મોનીટરીંગ કરાય છે તેમજ તમામ પ્રકારની દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ છે. સીઝન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યમાં વાયરલ ફીવરના લક્ષણો સાથેના તાવ, શરદી, ખાંસી જેવા વધુ પ્રમાણમાં કેસ જોવા મળ્યા છે. જે ફ્લુ હોય છે તે ત્રણ પ્રકારના હોય છે. જેમાં પહેલા પ્રકારનાં ફ્લુમાં શરદી સળેખમ થઈ સાત દિવસમાં આ મટી જતો હોય છે. બીજા પ્રકારમાં ગળામાં દુખાવો હાઈ ફીવર જેવા લક્ષણો હોય છે. તેમાં પણ ડોક્ટરની સારવારથી આ ફ્લુની અંદર પણ જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લઈ દવા લઈને સાજા થઈ જવાય છે.

ત્રીજા પ્રકારનો જે વાયરલ છે જેનું સંક્રમણ ફેફસા સુધી પહોંચે છે. તેમાં સરકાર ખૂબ ચિંતા કરી વેર હાઉસમાં આ દવાનો જથ્થો તેમજ ગ્રામ્ય કક્ષા સુધી આ દવાનો જથ્થો પહોંચાડવાની જરૂર જણાય તો તે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

H3N2 નાં 3 કેસ મળ્યા છે. અને 77 કેસ H1N1 ના મળ્યા છે. H3N2 નાં વાયરસનાં સંક્રમણનાં કારણે ગુજરાતમાં એકપણ મૃત્યું થયું નથી. જે મૃત્યું થયું છે તે H1N1 નાં કારણે થયું છે.

જ્યારે પણ ફ્લૂના લક્ષણો જણાય ત્યારે

માઇલ્ડ લક્ષણોમાં ડૉક્ટરના પ્રિસ્કીપશન અને પરામર્શના આધારે દવા મેળવવી મોડરેટ અને સીવયર પ્રકારના લક્ષણો જણાય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લઇએ સીઝન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. શરદી, ખાંસી, તાવ ના લક્ષણો જણાય એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી

H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ: આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

રાજ્ય સરકાર દ્વારા ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ (IDSP) પ્રોજેકટ દ્વારા રોગચાળા માટે જવાબદાર મુખ્ય ૧૬ રોગોનું દૈનિક સીવીલ હોરિપટલો અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ, વેન્ટીલેટર્સ, પી.પી.ઇ.કીટ અને માસ્કનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ સીઝનલ ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટીંગ માટે રાજ્યની તેર (13) સરકારી લેબોરેટરીઓમાં વિનામુલ્યે ટેસ્ટીંગ સુવિધા તેમજ 60 ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ

રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝાની સારવારમાં અસરકારક ઓસેલ્ટામાવીર (75 મી.ગ્રા., 30 મી.ગ્રા., 45 મી.ગ્રા અને બાળકો માટેની સીરપ) નો કુલ 2,74,400 જેટલો જથ્થો રાજ્યમાં વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે લોકોમાં જોવા મળી રહેલા શરદી, ખાંસી, તાવ ના કેસ સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ઇન્ફ્લુએન્ઝા H3N2 થી નાગરિકોને ગભરાવવાની જરૂર નથી તેમ જણાવી રાજ્યની જનતાને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

H3N2 થી એક પણ મરણ નહીં

વધુમાં જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં જોવા મળતા સીઝનલ ફ્લુના કેસોમાંથી મુખ્યત્વે H1N1 ટાઈપના જ કેસો જોવા મળ્યા છે .જ્યારે H3N2 ના કેસો નહીવત નોંધાયા છે. H1N1 અને H3N2 એ ઇન્ફ્લુએન્ઝા-એ ના ટાઈપ છે. આ બંને પ્રકારના કેસમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે. તાવ અને શરદીના સામાન્ય લક્ષણોમાં સામાન્ય દવા લેવાથી પણ રોગમાં રાહત મળે છે. રાજ્યમાં H3N2 થી એક પણ મરણ થયેલું નથી.

રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે રોગચાળાને ત્વરીત ઓળખવા અને તે અનુસાર પગલાં ભરવા માટે ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ (IDSP)પ્રોજેકટ અમલી બનાવ્યો છે. જેના અંતર્ગત કુલ-16 રોગો જે રોગચાળા માટે મુખ્યરત્વે જવાબદાર છે તેનું નિયમિત એટલે કે દૈનિક મોનીટરીંગ કરવામાં આવે છે અને તે મોનીટરીંગના આધારે જરૂરી રોગચાળા અટકાયત પગલાં લેવામાં આવે છે. તેમજ તમામ સીઝનલ ફ્લુ કેસોની નામ સાથેની વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portal નાં માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવે છે.

સીઝનલ ફલુની સંભવિત પરિરિસ્થતિને અનુલક્ષીને જરૂરી દવાઓ, કેપ્સૂલ. ઓસેલ્ટામાવીર, પી.પી.ઈ. કીટ, એન-૯૫ માસ્ક, ટ્રીપલ લેયર મારક વગેરેના જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જથ્થામાંથી તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો ખાતે પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવવા પણ આરોગ્યતંત્રને જણાવવામાં આવ્યું છે.

વધુમાં રાજ્ય સરકાર દ્વારા 11 માર્ચના રોજ રાજય કક્ષાએથી સેટકોમ દ્વારા તબીબી અધિકારીઓ તથા ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, આશા, આંગણવાડી કાર્યકરો ને માર્ગદર્શન, H1N1ના કેસોનો કોન્ટેકટ સર્વે તથા ગાઇડલાઇન મુજબ જરૂરી સારવાર આપવા માટે જાણકારી આપવામાં આવી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">