Gujarati Video : ગુજરાતમાં H3N2ના 3 અને H1N1ના 77 કેસ મળ્યા

TV9 GUJARATI

|

Updated on: Mar 11, 2023 | 9:11 PM

ગુજરાતમાં અત્યાર સુધી H3N2ના 3 અને H1N1ના 77 કેસ મળ્યા છે તેમજ 16 જેટલા ચેપી રોગનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. સાથે જ તબીબી સ્ટાફને નવા વાયરસને લઈ તાલીમ પણ આપવામાં આવી છે.રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.

ગુજરાતમાં  નવા વાયરસ H3N2ના વધતા પ્રસારને લઈ રાજ્ય આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સમિક્ષા બેઠક કરી હતી. સાથે જ કહ્યું કે, “રાજ્યમાં વાયરલ ફીવર અને ફ્લૂના કેસ વધ્યા છે. ફ્લૂને લઈ રાજ્ય સરકાર ચિંતિત છે. જેમાં H3N2 ચેપી હોવાથી સાવચેતી જરૂરી છે. કેટલાક લોકો ભયનું વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ H3N2 વધુ જોખમી ન હોવાથી ગભરાવવાની જરૂર નથી, ફ્લુને લઈ હોસ્પિટલમાં દવા સહિતની જરૂરી સગવડ કરાઈ છે, વેન્ટિલેટર, ઑક્સિજન અને PPE કીટની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. અત્યાર સુધી H3N2ના 3 અને H1N1ના 77 કેસ મળ્યા છે તેમજ 16 જેટલા ચેપી રોગનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. સાથે જ તબીબી સ્ટાફને નવા વાયરસને લઈ તાલીમ પણ આપવામાં આવી છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો

ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.

વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બેથી ત્રણ અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે.

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટમાં ઓક્સિજનની વાલ્વ કીટ ફાટતા મચી અફરાતફરી, દર્દીઓના જીવ જોખમમાં મુકાયા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati