Gandhinagar : ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આરોપોને IPS રાજકુમાર પાંડિયને ફગાવ્યા, જાણો શું પ્રતિક્રિયા આપી
ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને IPS રાજકુમાર પાંડિયન વચ્ચે વિવાદ વકર્યો છે. જિક્ષેશ મેવાણીએ રાજકુમાર પાંડિયન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેની સામે પ્રથમ વખત IPS રાજકુમાર પાંડિયને પ્રતિક્રિયા આપી છે. TV9 સાથેની ખાસ મુલાકાતમાં પાંડિયને જિગ્નેશ મેવાણીના આક્ષેપો ફગાવ્યા અને કહ્યુ 15 ઓક્ટોબરે મેવાણી કોઈ જાણ કર્યા વિના જ આવ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ IPS રાજકુમાર પાંડિયન, મારી કોઇપણ સમયે હત્યા કે એન્કાઉન્ટર કરાઇ શકે છે. આ ગર્ભિત ભય વ્યક્ત કરીને IPS પાંડિયન વિરૂદ્ધ કાર્યવાહી કરવા CMને પત્ર લખ્યો હતો. DG ઓફિસમાં રાજકુમાર પાંડિયને ખરાબ વર્તન કર્યાનો આરોપ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ લગાવ્યો હતો. જો કે આ આરોપોને IPS રાજકુમાર પાંડિયન ફગાવ્યા છે. TV9 સાથેની મુલાકાતમાં પ્રથમ વખત IPS રાજકુમાર પાંડિયને સમગ્ર વિવાદ મામલે પ્રતિક્રિયા આપી છે.
રાજકુમાર પાંડિયને આપી પ્રતિક્રિયા
ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને IPS રાજકુમાર પાંડિયન વચ્ચે વિવાદ વકર્યો છે. જિક્ષેશ મેવાણીએ રાજકુમાર પાંડિયન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેની સામે પ્રથમ વખત IPS રાજકુમાર પાંડિયને પ્રતિક્રિયા આપી છે. TV9 સાથેની ખાસ મુલાકાતમાં પાંડિયને જિગ્નેશ મેવાણીના આક્ષેપો ફગાવ્યા અને કહ્યુ 15 ઓક્ટોબરે મેવાણી કોઈ જાણ કર્યા વિના જ આવ્યા હતા. કયા મુદ્દે રજૂઆત કરવા આવ્યા છે તેની પણ કોઈ જાણકારી આપી ન હતી. ધારાસભ્ય તરીકે તમામ પ્રોટોકોલ નિભાવાયા હતા.
IPS રાજકુમાર પાંડિયને જણાવ્યુ કે જીગ્નેશ મેવાણીએ ટેબલ પર મોબાઈલ મૂકી રેકોર્ડિંગ શરૂ કર્યું હતુ.મેં રેકોર્ડિંગ બંધ કરી મોબાઈલ બહાર મુકવા કહ્યું તો ઉગ્ર થઈ બોલવા લાગ્યા. મારા નામ જોગ જો કોઈ ખોટા આક્ષેપો હશે તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ. કચ્છની જમીન અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓને તપાસના આદેશ આપેલા છે. જીગ્નેશ મેવાણીની ટીશર્ટ અંગે કોઈ કોમેન્ટ ન કરી હોવાની સ્પષ્ટતા પણ પાંડિયને કરી.
મહત્વપૂર્ણ છે કે કચ્છ, સુરેન્દ્રનગર સહિત જુદા જુદા જિલ્લામાં દલિતોની જમીન પચાવી પાડવાના મુદ્દે, જિજ્ઞેશ મેવાણી DG ઓફિસ રજૂઆત કરવા ગયા હતા. દાવો છે કે રજૂઆત સમયે IPS રાજકુમાર પાંડિયને તેમની સાથે ગેરવર્તન કર્યું અને પ્રજાના પ્રતિનિધિ સાથેના પ્રોટોકોલનું પણ ઉલ્લંઘન કર્યું.
મુખ્યમંત્રીને પત્રમાં શું લખ્યુ હતુ ?
તો CMને લખેલા પત્રમાં જિક્ષેશ મેવાણીએ રાજકુમાર પાંડિયન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પત્રમાં મેવાણીના આરોપો પર નજર કરીએ તો રાજકુમાર પાંડિયન એન્કાઉન્ટર કેસમાં 302ના આરોપી તરીકે 7 વર્ષ સજા કાપીને ડિસ્ચાર્જ થયેલા છે તેમની સામે અતિ સંગીન અને ગંભીર આરોપ છે, તેઓ મારા અને મારા પરિવારના સભ્યો અને ટીમના લોકોને જાનમાલનું નુકસાન કરી શકે છે, અમારૂ એન્કાઉન્ટર કે હત્યા પણ કરાવી શકે છે, જેથી આ પત્રની નોંધ લઇને પાંડિયનને નોકરીમાંથી ડિસમિસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
મેવાણીનો આરોપ છે કે દલિતોના પ્રશ્નો માટે CID, SC-ST, માનવ અધિકાર વિભાગના, અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આરોપ છે કે આ સમયે અણછાજતુ વર્તન કરીને પાંડિયને મોબાઈલ ફોન ઓફિસની બહાર મૂકીને આવો, તમે ટી શર્ટ કેમ પહેરી છે ? વગેરે જેવા સવાલો કરીને અપમાનિત કર્યા હતા. આરોપ છે કે IPSએ દલિતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો.