ગુજરાત સરકારે દિવાળી વેકેશન પહેલા નવી બોટિંગ પોલિસી જાહેર કરી, નિયમનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

ગુજરાતમાં વડોદરામાં થયેલી હરણી તળાવ બોટની ઘટના પછી વોટર સ્પોર્ટ્સ તથા બોટિંગ એક્ટિવિટી વધુ સુરક્ષિત અને સલામત બનાવવા સરકારે પ્રાથમિકતા આપી છે. આ નિયમોમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જિલ્લા કે શહેરની વોટરસાઈડ સેફ્ટી કમિટી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટના સંચાલનનું સમયાંતરે ઈન્સ્પેક્શન કરશે.

ગુજરાત સરકારે દિવાળી વેકેશન પહેલા નવી બોટિંગ પોલિસી જાહેર કરી, નિયમનો ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 25, 2024 | 2:18 PM

દિવાળી વેકેશન પડવાની તૈયારીમાં છે.  વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે, ત્યારે વેકેશન પહેલા રાજ્ય સરકારે ગુજરાતમાં બોટિંગ માટેની પોલિસી જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમો 2024ને મંજૂરી આપી છે. જેમાં 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-બોટ-હોડીની નોંધણી-સર્વેક્ષણ અને સલામતીના પગલાંઓ વ્યાપક બનાવવામાં આવ્યા છે.

બોટિંગ માટેની પોલિસીમાં શું ?

વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. વોટરસાઇડ સેફ્ટી કમિટી સમયાંતરે બોટ સંચાલન અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન કરશે અને નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે. જૂન 2024માં પ્રસિદ્ધ કરાયેલા ડ્રાફ્ટ નિયમો અંગે નાગરિકોના મળેલા વાંધા સૂચનોનો કાળજીપૂર્વક અભ્યાસ પછી નિયમોને આખરી સ્વરૂપ અપાયું છે.

બોટિંગ એક્ટિવિટી વધુ સુરક્ષિત અને સલામત બનાવવા પગલુ

ગુજરાતમાં વડોદરામાં થયેલી હરણી તળાવ બોટની ઘટના પછી વોટર સ્પોર્ટ્સ તથા બોટિંગ એક્ટિવિટી વધુ સુરક્ષિત અને સલામત બનાવવા સરકારે પ્રાથમિકતા આપી છે. આ નિયમોમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જિલ્લા કે શહેરની વોટરસાઈડ સેફ્ટી કમિટી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટના સંચાલનનું સમયાંતરે ઈન્સ્પેક્શન કરશે તેમજ સલામતિ નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલા લઈ શકશે.

દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો

શહેરી અને ગ્રામિણ વિસ્તાર તથા અન્ય સત્તાધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓના સંદર્ભમાં પણ નિયમોમાં વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઓપરેટરનો રોલ, લાઈફ જેકેટ, મન્થલી મેઈન્ટેનન્સ, ક્વોલિફાઈડ ક્રુ મેમ્બર્સ, લાઈફ બોટ, ઈમરજન્સી રિસ્પોન્સ બોટ, સલામતિના સાધનો, જનજાગૃતિ અને પર્યાવરણીય સલામતીના ધોરણો પણ વિસ્તૃત બનાવવામાં આવ્યા છે.

ઇનલેન્ડ વેસેલ્સ એક્ટ, 2021 અને અન્ય સંબંધિત નિયમોની સત્તાઓનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે કાયદા હેઠળ સત્તા અથવા ફરજો નિભાવવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરી છે.

મુખ્ય સર્વેયર તરીકે ગુજરાત મેરીટાઇમ બોર્ડના નોટિકલ ઓફિસર, વોટર સ્પોર્ટસ એક્ટિવિટી અને બોટિંગના રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રાર તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ સર્વેના ઇન્ચાર્જ તરીકે મરીન ઓફિસર અને ઇજનેરોની નિમણૂક પણ કરવામાં આવી છે.

સલામતીનાં પગલાં, નિયમિત ઈન્સપેકશન સહિતની બાબતો લાગુ થવાથી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સંભવિત જોખમો ઘટાડી શકાશે. તેમજ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ અને રોજગાર વૃદ્ધિ સાથે એકંદર જાહેર સલામતીમાં પણ વધારો થશે

વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
g clip-path="url(#clip0_868_265)">