કૃષિ-પશુપાલન-મત્સ્યોદ્યોગના સેકટર્સમાં લોન-ધિરાણ-સહાયનો વ્યાપક લાભ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવા બેન્કોને મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રીએ કહ્યું કે, શૂન્ય ટકા વ્યાજે લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં આપવાના જે પ્રાવધાન આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યા છે તેમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા બેંકોએ પોતાનું ફ્રેમવર્ક વિકસાવવું પડશે.

કૃષિ-પશુપાલન-મત્સ્યોદ્યોગના સેકટર્સમાં લોન-ધિરાણ-સહાયનો વ્યાપક લાભ પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવા બેન્કોને મુખ્યમંત્રીની તાકીદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 2:44 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કૃષિ (Agriculture) ક્ષેત્ર આપણા માટે પ્રાયોરિટી હતું, છે અને રહેવાનું છે. આ હેતુસર કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ જેવા સેક્ટર્સમાં રાજ્ય સરકાર (State Government) એ બજેટમાં લોન-ધિરાણ માટેની જે જોગવાઇઓ કરી છે તેનો વ્યાપક લાભ લાભાર્થીઓને મળે તેવી સક્રિયતા સાથે બેન્કીંગ સેક્ટર (banking sector) એ ઇનીશ્યેટીવ્ઝ લેવા જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શૂન્ય ટકા વ્યાજે લોન અને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુપાલન, મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં આપવાના જે પ્રાવધાન આ વર્ષે બજેટમાં કરવામાં આવ્યા છે તેમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા બેંકોએ પોતાનું ફ્રેમવર્ક વિકસાવવું પડશે. મુખ્યમંત્રી ગાંધીનગર (Gandhinagar) માં ૧૭રમી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે પ્રથમવાર આ એસ.એલ.બી.સી.ની બેઠકમાં પ્રેરણાદાયી સંબોધન કરતાં નાનામાં નાના માનવી, છેવાડાના અંતરિયાળ ગ્રામીણ નાગરિકને પણ ઘર આંગણે બેન્કીંગ સેવાઓ મળે તે માટે બેન્કીંગ સેવાઓના ડિઝીટલાઇઝેશન માટે અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટ્રીટ વેન્ડર્સ માટે શરૂ કરેલી પી.એમ સ્વનિધિ યોજના, સ્વામિત્વ યોજના સહિત નબળા વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓ અંતર્ગત લોન-ધિરાણ સહાય આપવામાં બેન્કર્સ જરૂરી કાર્યવાહિ સત્વરે હાથ ધરે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ દેશને હરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની જે નેમ રાખી છે તે બેન્કીંગ સેક્ટર અને રાજ્ય સરકાર બેયની સક્રિય સહભાગીતાથી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ દ્વારા સાકાર થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો અભિગમ પ્રો-પૂઅર રહ્યો છે, ત્યારે નાના માનવી, જરૂરતમંદ લાભાર્થીને બેંકમાંથી લોન-ધિરાણ આપવામાં બેંકોએ પણ પોઝિટીવ એપ્રોચ અપનાવવો પડે. તેમણે કહ્યું કે, આવા નાના માનવીઓની લોન અરજીઓ ક્ષુલ્લક કારણોસર પેન્ડીંગ રાખવા કે રદ કરી દેવાને બદલે બેન્કર્સ એમને યોગ્ય માર્ગદર્શન, મદદ આપી, સરળતાએ લોન ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે.

મુખ્ય સચિવ પંકજકુમારે બેન્કર્સને મિશન મોડમાં કાર્યરત થવાનું આહવાન કર્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, આ એસ.એલ.બી.સી.ની ૧૭રમી બેઠક છે એટલે કે પાછલા ૪ર-૪૩ વર્ષથી આવી બેઠક મળે છે. હવે આપણે બીબાઢાળ કાર્યપદ્ધતિથી બહાર આવી નવતર એપ્રોચ અને અભિગમથી વિચારવાની જરૂર છે. પંકજકુમારે આ અંગે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગરીબલક્ષી, કિસાનલક્ષી, ગ્રામીણ વિકાસ, નલ સે જલ, સ્વામિત્વ સહિત બધી જ યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ સાથે કાર્યપદ્ધતિનું વલણ અપનાવવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપેલા છે.

રાજ્ય સરકારના બધા જ વિભાગો આ માટે સતત કાર્યશીલ છે, ત્યારે બેંકોએ પણ પ્રો-એક્ટીવ એપ્રોચ અને પોતાની પાસેના બધા જ ડેટા બેઇઝના આધારે દરેક યોજનાઓનું એનાલીસીસ કરીને લક્ષ્યાંક સિદ્ધિ હાંસલ કરવી આવશ્યક છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચોઃ Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

g clip-path="url(#clip0_868_265)">