Dang : કુદરતી સૌંદર્ય જ નહીં હવે તો Strawberry સાપુતારાની ઓળખ બનશે, જાણો કઈ રીતે?
Dang : તમારે હવે ઉચ્ચ ગુણવત્તાની તાજી સ્ટ્રોબેરી(Strawberry)નો સ્વાદમાણવા મહાબળેશ્વર અને પંચગીનીના હિલ સ્ટેશનોની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. ડાંગના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોએ લાલ ચટાક સ્ટ્રોબેરીની ખેતી કરવાનું શરૂ કર્યું છે.
Dang : તમારે હવે ઉચ્ચ ગુણવત્તાની તાજી સ્ટ્રોબેરી(Strawberry)નો સ્વાદમાણવા મહાબળેશ્વર અને પંચગીનીના હિલ સ્ટેશનોની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. ડાંગના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોએ લાલ ચટાક સ્ટ્રોબેરીની ખેતી કરવાનું શરૂ કર્યું છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ(Vaghai)ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. નીકુલસીંહ એમ. ચૌહાણ દ્વારા એક એકરથી પણ વધુ વિસ્તારમાં સ્ટ્રોબેરીનું વાવેતર તથા ટામેટાં, મરચાં, રીંગણ વગેરે જેવા પાકોમાં મલ્ચીંગ પધ્ધતિથી વાવેતર કરતા આહવા તાલુકાના બોરીગાંવઠા ગામના ગણેશભાઈ ગાયકવાડના ખેતરની મુલાકાત લીધી હતી.
વૈજ્ઞાનિકો ડૉ. જે.બી. ડોબરીયા અને ડૉ. સાગર પટેલ સાથે ડૉ. એન.એમ. ચૌહાણ દ્વારા આ મુલાકાતમાં ડાંગમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી સ્ટ્રોબેરી અને શાકભાજી પાકોનું વાવેતર આ વિસ્તારમાં બીજા ખેડુતો દ્વારા થાય અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે પણ પ્રયાસ હાથ ધરવા તૈયારી બતાવવામાં આવી હતી
સ્ટ્રોબેરીનું વાવેતર વધારવા પ્રયાસ
ડૉ. એન.એમ. ચૌહાણ દ્વારા સ્ટ્રોબેરીનું વાવેતર ડાંગ જિલ્લામાં વધારે ખેડુતો કરતા થાય તે માટે સંલગ્ન અને જરીરી પ્રયત્ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. સ્ટ્રોબેરી માટે મહાબળેશ્વર સાથે ડાંગની ઓળખ બને તેવા પ્રયત્નો હાથ ધરાશે. સાથે તંત્રને આશા છે કે આ ખેતી સારી આવક થકી ખેડૂતોની સધ્ધરતા વધારશે. આ માટે વિશાળ જમીન અને સેંકડો ખેડૂતોને આ ખેતીમાં જોતરવા પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Dang : ડાંગ જિલ્લામાં ઉગતા કુમળા વાંસનું અથાણું ભોજનનો સ્વાદ બમણો કરી દે છે, ડાંગની વિશેષતા અંગે જાણો વિગતવાર
કુદરતી સૌંદર્ય જ નહીં હવે તો સ્ટ્રૉબેરી બની ગઈ સાપુતારાની ઓળખ
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાની નીચે આવેલા પાંચ ગામોના લગભગ 50 આદિવાસી ખેડૂતોએ ગુજરાત સરકારના બાગાયત વિભાગના સક્રિય સહયોગથી આ સ્વાદિષ્ટ ફળની ખેતી હાથ ધરી છે.
ડાંગને સ્ટ્રોબેરીના ઉત્પાદન માટે એક આદર્શ સ્થળ બનાવે છે તે તેનું મધ્યમ હવામાન છે. આ સ્વાદિષ્ટ ફળની ખેતી ડાંગમાં આમતો છેલ્લા દોઢ દાયકાથી કરવામાં આવી રહી છે પરંતુ ફળની ગુણવત્તા મહાબળેશ્વર અને પંચગીનીમાં ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા ફળો જેવી બ્રાન્ડ બની શકી નહીં જે સમસ્યા હવે દૂર કરવામાં આવી રહી છે.