Dang : ડાંગના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી સ્ટ્રોબેરી ઉછેરનો કર્યો પ્રયોગ, બમ્પર ઉત્પાદને જીવન બદલ્યું
ગુજરાતનુ ગીરીમથક સાપુતારા અત્યાર સુધી હવાખાવાનુ સ્થળ તરીકે જાણીતુ હતુ પરંતુ અહિની આદીવાસી ખેડુતોની મહેનતથી આજે સ્ટ્રોબેરી પણ આ વિસ્તારની અને ખાસ કરીને સપુતારાની ઓળખ બની ગઇ છે.
વીટામીન સી થી ભરપુર એવી સ્ટ્રોબેરી(Strawberry)પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને પંચગીની હિલસ્ટેશનની ઓળખ માનવામાં આવે છે પણ હવે ગુજરાત પણ આ અતિપ્રિય ફળના ઉત્પાદન માટે જાણીતું બની રહ્યું છે. સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ખીણ વાળા વિસ્તારોમા થતી હોય છે. મહાબલેશ્વરની નહિ જ નહિ પણ ખાટીમીઠી રસપ્રદ સ્ટ્રોબેરી હવે ગુજરાતના ડાંગ(Dang) જિલ્લાના સાપુતારા ની પણ ઓળખ બની રહી છે. ડાંગના આદીવાસી ખેડુતો હવે પરમ્પરાગત ખેતીની સાથે સીઝનલ ફ્રૂટ એવા સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે, ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામા પાકતી સ્ટ્રોબેરીને સાપુતારાની તળેટીવાળા વીસ્તારોમા અનુકુળ વાતાવરણ મળી રહેતા અહિયાના ખેડુતો ઓક્ટોબરથી મે મહિના સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે. સાપુતારામા કુદરતી સૌંદર્ય નીહાળવા આવતા લોકો હવે સ્ટ્રોબેરીને પણ સાપુતારાની ઓળખ ગણાવે છે . એટલેજ આજે ગુજરાત સહીત મહારાષ્ટ્ર સુધીના બજારમા સાપુતારાની સ્ટ્રોબેરીની માંગ વધી છે.
અત્યાર સુધી ડાંગમાં ટામેટા અને ડાંગર જેવી પરમ્પરાગત ખેતી થતી હતી. સ્ટ્રોબેરીની માંગ વધતા આજે આહવાના 20 થી વધુ ગામોમા ખેડુતો સ્ટ્રોબેરીની ખેતી કરતા થયા છે. આદીવાસી ખેડુતોને પગભર કરવા ડાંગમા સરકારે પણ સહાય પુરી પાડે છે. સરકારી ના બાગાયત વિભાગ દ્વારા સ્ટ્રોબેરી ની ખેતી માટે સબસીડી પણ આપવામાં આવે છે.
ચાર પ્રકારની સ્ટ્રોબેરી ની ખેતી થાય છે
સ્ટ્રોબેરીના ચાહકો ને કદાચ ખબર નહી હોય પણ એક સમાન લાગતી સ્ટ્રોબેરી ચાર અલગ – અલગ પ્રકારની હોય છે. અણીદાર મોટી સ્ટ્રોબેરી રાણી નામથી ઓળખાય છે જે ખાવમા મીઠી લાગેછે. સાથે આવીજ અણીદાર અને મોટી ભરવદાર પણ માથેથી સહેજ ગોળ અને અણીવાળી સ્ટ્રોબેરી સ્વીટ ચાર્લીના નામે ઓળખાયછે જે ખાવામા રાણી કરતાપણ ખુબ મીઠી હોય છે. આ બન્ને સ્ટ્રોબેરી કરતા થોડી ખટાસ વાળુ સ્ટ્રોબેરીનુ ફળ સેલવા અને ચાલનર તરીકે ઓળખાય છે જે ઉપરથી ચપટુ હોય છે.
ડાંગના ખેડુતોને રોકડીયા પાક તરફ વાળવા ડાંગના બાગાયત વિભાગ પ્રયત્નશીલ રહે છે. વર્ષોની મહેનત બાદ હવે ડાંગના ખેડુતો આ પાકથી સારી આવક મેળવતા થયા છે.બાગયાતી અધીકારી ના જણાવ્યા મુજબ સ્ટ્રોબેરીના પાક માટે રનર્સ ની જરુર હોય જે રનર્સ માટે ડાંગની આબોહવા મહાબળેશ્વર કરતા પણ ખુબ અનુકુળ રહેતા મહારાષ્ટ્રની સ્ટ્રોબેરીના છોડ માટેના રનર્સ લેવા ખેડુતો સાપુતારા આવે છે અને જેનાથી પણ અહીંના આદીવાસી ખેડુતો ને ખુબ સારી આવક મળી રહે છે.
ગુજરાતનુ ગીરીમથક સાપુતારા અત્યાર સુધી હવાખાવાનુ સ્થળ તરીકે જાણીતુ હતુ પરંતુ અહિની આદીવાસી ખેડુતોની મહેનતથી આજે સ્ટ્રોબેરી પણ આ વિસ્તારની અને ખાસ કરીને સપુતારાની ઓળખ બની ગઇ છે. અહિયા સ્ટ્રોબેરીના ખેતરો હવે સાપુતારા આવતા સહેલાણીઓ માટે નવું પર્યટક સ્થળ બની ગયા છે.