Ahmedabad ISKCON Bridge Accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તારીખ 20 જુલાઇ 2023નો દિવસ જાણે ખૂબ જ ભારે રહ્યો છે. મોડી રાત્રે એક પછી એક થયેલા બે અકસ્માત બાદ સવારે વધુ ત્રણ ગાડીઓની એકબીજા સાથે ટક્કર થઇ છે. ટ્રાફિકના (Traffic) કારણે ગાડીઓ એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતાં બ્રિજ પર ટ્રાફિકજામના (traffic jam) દ્રશ્યો સર્જાયા છે.
આ પણ વાંચો- Breaking News : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતે 10 વર્ષ જૂની ઘટનાની યાદ કરાવી તાજી, જાણો શું છે બંને ઘટના
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તપાસ શરુ કરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
થાર કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોઇને આસપાસના કેટલાક યુવકો મદદ કરવાના હેતુથી ત્યાં દોડી આવ્યા હતા. જો કે થોડી જ વારમાં એક જગુઆર કાર ત્યાં ફુલ સ્પીડમાં આવી ચઢી હતી. પૂરપાટ ઝડપે આવેલા જગુઆર કારે બ્રિજ પર ઊભેલા ટોળાને અડફેટે લીધા હતા. જગુઆર કાર ટોળા પર ચઢતા જ એક પછી એક વ્યક્તિ હવામાં ઊછળવા લાગ્યો. જે પછી 6 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે.
અમદાવાદમાં સવારે ઇસ્કોન બ્રિજ પર એક સાથે ત્રણ ગાડીઓનો અકસ્માત થયો હતો. ટ્રાફિકના કારણે ગાડીઓ એકબીજા સાથે અથડાઇ હતી. અકસ્માત થતાં બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:09 am, Thu, 20 July 23