Breaking News : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત મામલે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યુ દુ:ખ, મૃતકોના પરિવાર માટે સહાયની કરી જાહેરાત, જૂઓ Video

જગુઆર કારના ચાલકે સર્જેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે.

Breaking News : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત મામલે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યુ દુ:ખ, મૃતકોના પરિવાર માટે સહાયની કરી જાહેરાત, જૂઓ Video
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 20, 2023 | 9:18 PM

Ahmedabad : અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ (ISKCON Bridge Accident) પર ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ ઘટનાના મૃતકોમાં બે પોલીસ કર્મી પણ સામેલ છે. 170થી 180ની ઝડપે આવેલી જગુઆર કાર એક અકસ્માત જોઇ રહેલા ટોળા પર ફરી વળી હતી. જગુઆર કારના ચાલકે સર્જેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)  આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચો-Jamnagar : કાલાવડનો બાલંભડી ડેમ ઓવરફ્લો થયો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા, જુઓ Video

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ ટ્વીટ

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

મુખ્યપ્રધાને ટ્વીટ કરીને અમદાવાદના ઇસ્કોન બ્રિજ અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.  તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે. તેમજ તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય આપશે.

ઘટનાસ્થળ પર જ 6 લોકોના થયા મોત

મહત્વનું છે કે મહત્વનું છે કે જગુઆર કાર ચાલકે અગાઉ થયેલો અકસ્માત જોવા ઉભેલા લોકોના ટોળા પર કાર ચઢાવી દીધી હતી. જગુઆર કરા 170થી 180ની ઝડપે ટોળા પર ફરી વળી હતી. આ ઘટનામાં ઘટના સ્થળ પર જ 6 લોકોના મોત થઇ ગયા હતા. આ મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. આ યુવકો બોટાદ અને સુરેન્દ્રનગરથી ભણવા માટે આવ્યા હતા. તો ઇજાગ્રસ્ત 3 લોકોમાંથી 2 લોકોની હાલત અત્યંત ગંભીર છે. 2 લોકોને વધુ સારવાર માટે અસારવા સિવિલ મોકલાયા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">