ISKCON Car Accident Breaking News : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતે 10 વર્ષ જૂની ઘટનાની યાદ કરાવી તાજી, જાણો શું છે બંને ઘટના

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક જેગુઆર ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આ ઘટનાએ 10 વર્ષ જૂના હીટ એન્ડ રન કેસની યાદ તાજી કરાવી છે.

ISKCON Car Accident Breaking News : અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતે 10 વર્ષ જૂની ઘટનાની યાદ કરાવી તાજી, જાણો શું છે બંને ઘટના
ISKCON Bridge Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 12:28 PM

ISKCON Car Accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ (ISCON Bridge) પર ગઈકાલે મોડી રાત્રે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ડમ્પર અને થાર ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકો પર જેગુઆર ગાડી ફરી વળતાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત સર્જનાર તથ્ય પટેલ બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે. ત્યારે આ ઘટનાએ ફરી વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસની યાદ તાજી કરાવી છે.

આ પણ વાંચો Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકો બન્યા કાળનો કોળિયો, જાણો કોણ હતા આ તમામ લોકો

2013માં વિસ્મય શાહની BMWની ટક્કરે બે બાઇક સવારના મોત થયા હતા

વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસની વાત કરીએ તો 24 ફેબ્રુઆરી 2013ના રોજ BMW લઈને જઈ રહેલા વિસ્મયે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યાર બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જે બાજ 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત મૃતકોના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈસ્કોન બ્રિજ પર જેગુઆરની અડફેટે 9 લોકોના મોત

ત્યારે ઈસ્કોન બ્રિજ પર જેગુઆરની અડફેટે 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ કેટલા સમયમાં જેલના સળિયા પાછળ ધકેલાશે? તેમજ તથ્ય પટેલને કેટલી સજા થશે? આ કેસ પાછળ કેટલા ધમપછાડા થાય છે અને બચાવ માટે કેટલી બાનાબાજી થાય છે, તે તો આવનાર સમય જ બતાવશે. કારણ કે અકસ્માત સર્જનાર તથ્ય પટેલનો પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

આ બધાની વચ્ચે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. શહેરના રસ્તાઓ પર બેફામ સ્પીડે કાર ચલાવતા લોકોને જાણે હવે પોલીસનો પણ ડર નથી રહ્યો. શહેરમાં કારની ઝડપ પર મર્યાદાના નિયમનો પણ પાલન નથી થઈ રહ્યું. તો એસ.જી હાઇવે અકસ્માત ઝોન છતાં કાર્યવાહીમાં ઢીલાશ જોવા મળી રહી છે. હવે આ કેસમાં પોલીસ કેટલી ઝડપી કાર્યવાહી કરી આ 9 લોકોના પરિવારોને ન્યાય અપાવે છે તે હવે જોવાનું રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">