ભાવનગર: ધોમધખતા તાપમાં ભાજપના ઉમેદવારોએ પ્રચારની ઘડી નવી રણનીતિ, આ સમયે મતદારો વચ્ચે જઈ માગશે મત- વીડિયો

|

Mar 25, 2024 | 12:07 AM

લોકસભા ચૂંટણી મહાસંગ્રામમાં માટે હાલ નેતાજી પ્રચાર કરી રહ્યા છે. જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવશે. તેમ તેમ પ્રચાર યુદ્ધમાં તેજી આવશે. સાથોસાથ ગરમીનો પારો પણ વધશે. જો કે આ વખતે પ્રચાર માટે ખુબ જ વધારે સમય મળ્યો છે ત્યારે ગરમી પણ ઉમેદવારોને પરેશાન કરી શકે છે. જાણો આગામી 40 દિવસમાં નેતાજીએ શું બનાવ્યો છે પ્રચારનો પ્લાન.

લોકસભા ચૂંટણીનો મહાલો જામ્યો છે. ઉમેદવારો જાહેર થઇ ગયા છે. જો કે લોકસભાની ચૂંટણીમાં હવે નેતાજીને ખુબ પરસેવો પડશે. કારણ કે માર્ચ મહિનામાં જ આકરા ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે અને જેમ જેમ મતદાનની તારીખ નજીક આવશે. તેમ તેમ સૂર્યનારાયણ પોતાનો પ્રકોપ વધારશે. આવી સ્થિતિમાં કેવી રીતે પ્રચાર થશે અને કેવી રીતે પક્ષો પોતાના પક્ષમાં માહોલ ઉભો કરશે. તે એક મોટો પ્રશ્ન છે.

ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થશે. એટલે હજુ પણ લગભગ 42 દિવસ બાકી છે. એટલે નેતાઓએ તપતા તાપમાં પોતાનો પ્રચાર કરવો પડશે અને તે પણ ખુબ લાંબા સમય માટે. ત્યારે ચૂંટણી નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે આ સ્થિતિ નેતાઓ માટે ખુબ અઘરી રહેશે.

ચૂંટણી ‘પ્રચાર’ એક મોટો પડકાર ! નેતાજીને શું થઇ રહી છે પરેશાની ?

આટલા લાંબા દિવસો અને ગરમી બીજી તરફ આટલા દિવસો કાર્યકરોનો જુસ્સો જાળવી રાખવો, સોશિયલ મીડિયામાં સતત કંઈક નવીન લાવવું, ચૂંટણીનો ટેમ્પો આટલા બધા લાંબા દિવસો સુધી જાળવી રાખવો એક પડકાર તો છે. છતાં નેતાઓને વિશ્વાસ છે કે તેઓ સાંજે અને સવારે પ્રચાર કરશે અને જનતાને પોતાની તરફ કરવાની કોશિશ કરશે. ભાવનગરમાં ભાજપે તો જાન્યુઆરીથી જ પ્રચારના મોરચે તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. ત્યારે ભાજપનો પ્રચાર છે કે વહેલી સવાર અને રાત્રે તેઓ મતદારો પાસે જશે અને પોતાના પ્રચારને તેજ બનાવશે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

પાર્ટીઓની કેવી છે ‘લાંબી’ રણનીતિ ?

આવી ગરમીમાં મોટી સભાઓ થઇ શકે તેમ નથી. ત્યારે પાર્ટીઓએ હાલ નવા નવા પ્લાન બનાવ્યા છે. દર વખતે ઉમેદવાર પ્રચાર માટે ઓછો સમય મળ્યો છે. તેવી ફરિયાદ કરતા હોય છે. જો કે આ વખતે ખુબ સમય છે અને જેમ જેમ મતદાનની તારીખ નજીક આવશે. તેમ તેમ પ્રયાર યુદ્ધ બરાબર જામશે.

આ પણ વાંચો: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે અને જ્યોતિષ ચેતન પટેલે આપ્યો વર્ષનો વરતારો, જાણો આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article