AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે અને જ્યોતિષ ચેતન પટેલે આપ્યો વર્ષનો વરતારો, જાણો આ વર્ષે કેવુ રહેશે ચોમાસુ- વીડિયો

સામાન્ય રીતે હિંદુ પરંપરામાં હોળીની જ્વાળાઓ પરથી સમગ્ર વર્ષનો વરતારો હવામાન નિષ્ણાંતો અને જ્યોતિષો આપતા હોય છે. હોળીની જ્વાળા જે દિશામાં વહે તે મુજબ ચોમાસુ કેવુ રહેશે તેની આગાહી થતી હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી વર્ષનો વરતારો કર્યો છે. જેમા જણાવ્યુ છે કે આ વર્ષે આંધી- વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ થશે અને વરસાદ સારો રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2024 | 11:54 PM
Share

હિંદુ પરંપરામાં હોળીની જ્વાળા પરથી વર્ષનો વરતારો નક્કી થાય છે. સામાન્ય રીતે હવામાન નિષ્ણાંતો અને જ્યોતિષાચાર્યો હોળીની જ્વાળા જેટલી ઉંચી જાય તેના પરથી વર્ષનો વરતારો નક્કી કરતા હોય છે. જેમા સમગ્ર વર્ષ કેવુ રહેશે તેમજ ચોમાસુ કેવુ રહેશે તે મુખ્યત્વે નક્કી થતુ હોય છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે. આ વર્ષે આંધી- વંટોળ સાથે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થશે. વર્ષ દરમિયાન વરસાદ સારો રહેશે. સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ સારો રહેશે. પ્રિમોન્સુન એક્ટિવિટી ઝડપથી થશે. મે મહિનામાં આંધી-વંટોળનુ જોર વધુ રહેશે. આ તરફ રાજસ્થાનમાં ગરમીનો પારો દજાડશે અને તાપમાન 49 ડિગ્રી સુધી જઈ શકે છે.

જાણીતા જ્યોતિષાચાર્ય ચેતન પટેલ જણાવે છે કે પ્રાચીન કાળથી સમગ્ર ભારતમાં હોળી પ્રાગટ્ય થાય છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ તે અનુસાર હોળી ની જ્વાળાનો અગ્નિ જે દિશા તરફ રહે તે અનુસાર આવનાર ચોમાસુ રહે છે આ વર્ષે હોળીની જ્વાળા પશ્ચિમ દિશા તરફ જતી હતી જે 3 બાબતો તીવ્ર રીતે સૂચવે છે

  •  ચોમાસુ 100% વરસાદ વાળું રહેશે
  •  આ ચોમાસામાં દરમિયાન મોટા વાવાઝોડા આવશે
  •  થોડા જ દિવસોમાં એકાએક ગરમીમાં વધારો થશે અને રેકોર્ડબ્રેક ગરમી પડશે

હોળીની જ્વાળા પશ્ચિમ તરફ રહેવાથી ચોમાસુ ઉત્તમ રહેશે તેવો ક્લિયર સંકેત આપે છે. ચોમાસાની શરૂઆત ધીમી થશે થોડું મોડું ચોમાસુ બેસી શકે છે. એકંદરે 100% વરસાદ થશે. ખેડૂતો માટે ચોમાસુ સારુ રહેશે, મબલક ઉત્પાદન થશે.

આ વર્ષે વરસાદ વાવાઝોડા વંટોળ સાથેનો રહેશે. મહદંશે વરસાદ સપ્ટેમ્બર એન્ડ સુધી રહેતો હોય છે. પણ આ વર્ષે ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. હોળીની જ્વાળા મુજબ ટૂંક સમયમાં એકાએક ગરમીમાં વધારો થશે રોજ રોજ ગરમી વધતી રહેશે. આ વર્ષે રેકોર્ડ ગરમી પડવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં 48 કે 50 સુધી પણ ગરમી પડી શકે છે. ગરમીની સીધી અસરથી ગુજરાતમાં કેસર કેરીનો મબલખ પાક થશે. આ ચોમાસા દરમ્યાન તોફાની ચક્રવાતો પણ આવવાની શક્યતા છે જે જાનમાલ માટે નુશાનકારક રહી શકે છે.

આ પણ વાંચો: સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ પર કરાયુ વૈદિક હોલિકા દહન, ગાયનુ છાણ, સમીધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ, કપુર સહિતની ઔષધિનો કરાયો ઉપયોગ- જુઓ તસવીરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">