AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: પાલનપુરા નગરપાલિકાએ બનાવ્યો પ્રી-મોન્સુન પ્લાન, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

ચોમાસા દરમિયાન લોકોને હાલાકી ન પડે તે માટે પાલનપુર નરગપાલિકાએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. ચોમાસાને ધ્યાનમાં લઈને પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના નદી અને નાળાની સફાઈ કરાવી વરસાદી પાણીનો નિકાલ થાય તેવો પ્લાન અમલમાં મૂક્યો છે.

Banaskantha: પાલનપુરા નગરપાલિકાએ બનાવ્યો પ્રી-મોન્સુન પ્લાન, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
Banaskantha
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 10:18 AM
Share

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પાલનપુરના નગરજનોને ચોમાસાની ઋતુ દરમ્યાન પરેશાની ન થાય તે હેતુથી કરવાની થતી પ્રી-મોન્સુન (Pre Monsoon) કામગીરી તથા મહત્વના સુચનો અંતર્ગત પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન લોકોને હાલાકી ન પડે તે માટે પાલનપુર નરગપાલિકાએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે.

આ પણ વાંચો : Banaskantha : LCB કોન્સ્ટેબલને થપ્પડ મારવાનો વકીલ પર આરોપ, કાર અથડાવવા મુદ્દે થઈ હતી બબાલ

ચોમાસાને ધ્યાનમાં લઈને પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના નદી અને નાળાની સફાઈ કરાવી વરસાદી પાણીનો નિકાલ થાય તેવો પ્લાન અમલમાં મૂક્યો છે. 27 નાળાની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. JCB મશીન, શ્રમિકો સાથે સફાઈ હાથ ધરવામાં આવી છે.

એટલું જ નહીં વૃક્ષોનું કટિંગ અને ભયજનક હોર્ડિંગ નીચે ઉતારવામાં આવી રહ્યાં છે. ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહી છે. બારડપુરા, દિલ્હી ગેટ, બ્રિજેશ્વર કોલોની અને મફતપુરા વિસ્તારમાં સફાઈનું કામકાજ હાથ ધર્યું છે. ચોમાસા પહેલા પ્રીમોન્સૂન પ્લાનની કામગીરી પૂરી થાય તેવું શહેરીજનો મત છે.

તો બીજી તરફ લોકોના આક્ષેપ છે કે દર વર્ષે પ્રિમોન્સૂન પ્લાન માત્ર કાગળ પર રહે છે. કોઇ સફાઇ કરવામાં આવતી નથી. નદી નાળામાં ગંદકી અને વૃક્ષો ફસાઈ જવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. તો વિપક્ષનો આક્ષેપ છે કે દર વર્ષે લાખોની ગ્રાન્ટ ફાળવી ભ્રષ્ટાચાર કરાય છે. છતા પણ કોઇ પણ પ્રકારની પ્રિમોન્સૂનની કામગીરી થતી નથી. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

અમદાવાદમાં પ્રી-મોનસુન એક્શન પ્લાન અંગે AMCની મહત્વની બેઠક મળી હતી

તો બીજી તરફ આ અગાઉ ચોમાસમાં અમદાવાદના નગરજનોને ચોમાસાની ઋતુ દરમ્યાન પરેશાની ન થાય તે હેતુથી કરવાની થતી પ્રી-મોન્સુન (Pre Monsoon) કામગીરી તથા મહત્વના સુચનો અંતર્ગત 10 મે ના રોજ પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં મેયર, સ્ટે. કમિટી ચેરમેન, વિવિધ કમિટીના ચેરમેન, મ્યુનિ. કમિશનર સહિતના વિવિધ વિભાગના ડે. મ્યુનિ. કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. જેમાં મહત્વના સૂચનો કરવામાં આવેલ હતા. જેમાં કેટલાક મહત્તવના પ્લાન બનાવવામાં આવ્યા છે.

  1. હાલનાં વિસ્તાર તથા નવા ભળેલ વિસ્તારોમાં જરૂરી જગ્યાએ કન્ટ્રોલ રૂમનુ આયોજન કરવુ.
  2. વરસાદી પાણીની કેચપીટની સફાઇ તથા ગટર લાઇનના ડીસીલ્ટીંગની કામગીરી કરાવવી.
  3. સ્ટ્રીટ લાઇટ સુચારુરૂપે ચાલુ રહે તથા સ્ટ્રીટ લાઇટ થાંભલા પડવા અને વીજ કરંટથી જાનહાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું
  4. હેવી ડીવોટરીંગ મશીનરી તથા અન્ય યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવી.
  5. ચોમાસાની ઋતુમાં પડી ગયેલા વૃક્ષો, હોર્ડીંગ્સ વિગેરે રસ્તા ઉપરની અડચણ રૂપ વસ્તુઓનો તાકીદે નિકાલ કરવો તથા ટ્રાફીક સામાન્ય કરવાની કામગીરીનું આયોજન કરાવવું. નમી ગયેલા વૃક્ષોનું ટ્રીમીંગ કરાવવું.
  6. ગટર લાઇન તથા ચોખ્ખા પાણીની લાઇનમાં લીકેજ ને કારણે પીવાના પાણીને કારણે ગંદકીને કારણે ફેલાતા રોગચાળાને નાથવાનું આયોજન કરવું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">