Banaskantha: પ્રેમલગ્ન મુદ્દે યુવકના પિતા અને ભાઈનું અપહરણ, 5 શખ્સોની ધરપકડ

બનાસકાંઠાના ડીસામાં પ્રેમલગ્ન મુદ્દે યુવકના પિતા અને ભાઈનું અપહરણ કરવાની ઘટના બની હતી. જેમાં યુવતીના પરિવારજનોએ યુવકના પિતા અને ભાઈનું અપહરણ કર્યું હતું. બે કારમાં આવેલા 10 જેટલા લોકો બંનેને ઉઠાવી ગયા હતા. જે પ્રકરના પોલીસે આરોપીઓની ધરપકડ કરી યુવકના પિતા અને ભાઈને છોડાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 11:37 PM

બનાસકાંઠાના ડીસામાં પ્રેમલગ્ન કરનાર યુવકના અપહ્યત પિતા અને ભાઇનો છૂટકારો થયો છે. પ્રેમલગ્નમાં યુવકના પિતા અને ભાઇનું યુવતીના પરિવારજનોએ અપહરણ કરી ગોંધી રાખ્યાં હોવાની ફરિયાદ થઈ હતી. જેને આધારે પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આખી રાત શોધખોળ કરી બંને પીડિતને પાટણ જિલ્લામાંથી છોડાવ્યા હતા. પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા અને ભાઈનું યુવતીના પરિવારજનોએ જ અપહરણ કર્યું હતું.

આ પના વાંચો : વસ્ત્રાપુરમાં આવેલા રેસ્ટોરન્ટમાં બે કર્મચારી વચ્ચે થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

પ્રેમ લગ્ન કર્યા બાદ આ સમગ્ર ઘટના બની હતી, જેમાં યુવતીના પરિવાર દ્વારા યુવકના પરિવારનું અપહરણ કરવાનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો. મહત્વનું છે કે પ્રેમમાં પડેલા યુવક યુવતીનું અપહરણ કરી પોતાની દીકરીને પરત મેળવવા પરિવારજનોએ પ્લાન બનાવ્યો હતો અને બે કારમાં આવેલા 10 જેટલા લોકો યુવકના પિતા અને ભાઈને ઉઠાવી ગયા હતા, ત્યારબાદ યુવકના પિતા અને ભાઇને ઢોર માર માર્યો હતો અને ખેતરમાં ગોંધી રાખ્યાં હતા. આ સમગ્ર ઘટના ક્રમ બાદ આ કેસમાં પોલીસની એન્ટ્રી થઈ હતી અને ફિલ્મી ઢબે આરોપીઓના ચંગુલ માથી યુવકના ભાઈ અને પિતાને છોડાવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">