Gaur Purnima Mahotsav: હરેકૃષ્ણ મંદિર ભાડજમાં થશે ભવ્ય ઉજવણી, ઉજવાશે ગૌર પૂર્ણિમા મહોત્સવ

ગૌર પૂર્ણિમા મહોત્સવ, કે જેને ભગવાન શ્રીકૃષ્ણના ગુહ્યઅવતારના દિવ્ય અવતરણ રૂપ માનવામાં આવે છે. તેની હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ભવ્ય ઉજવણી થશે.

Gaur Purnima Mahotsav: હરેકૃષ્ણ મંદિર ભાડજમાં થશે ભવ્ય ઉજવણી, ઉજવાશે ગૌર પૂર્ણિમા મહોત્સવ
Hare Krishna Temple Bhadaj
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 10:04 AM

હરેકૃષ્ણ મંદિર ભાડજમાં તારીખ-18 માર્ચ, 2022 શુક્રવારના રોજ ગૌર પૂર્ણિમાની (Gaur Purnima) ઉજવણી કરી રહ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણના છુપા અવતાર  તરીકે વિશેષ માનવામાં આવે છે. તેમના અવતરણનો શુભદિન છે. પૌરાણિક ગ્રંથો અનુસાર સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ એ ભક્ત તરીકે શ્રી ચૈતન્ય મહાપ્રભુના (Chaitanya Mahaprabhu) સ્વરૂપમાં શ્રીધામ માયાપુરમાં (કલકત્તાથી ઉત્તર દિશામાં 150 કિલોમીટર દૂર આવેલ ગામમાં) આશરે 500 વર્ષ પહેલા અવતર્યા હતા.

તેમણે કલિયુગમાં હરિનામ સંકિર્તનનો પ્રચાર કર્યો. તેમજ લોકસમુદાયને ભગવાનના નામનું રટણ કરવાના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું, જે કલિયુગનો યુગધર્મ મનાય છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સુવર્ણરૂપી કાયાને કારણે ગૌરાંગા તરીકે પણ પ્રસિદ્ધ છે. આ વર્ષે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની 536મી જન્મજયંતિ આવી રહી છે, તેમજ આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવવર્ષના શરૂઆતનો નિર્દેશ કરે છે. આ દિવસે ભક્તો ચંદ્ર રાત્રે પૂર્ણપણે ખીલે ત્યાં સુધી ઉપવાસ રાખે છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કોણ છે શ્રી ચૈતન્ય મહાપ્રભુ?

સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રસાર કરવા (જે કલિયુગનો યુગધર્મ મનાય છે) શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગટયા હતા. તેઓ ફાગણ સુદ પૂનમના શુભદિવસે વર્ષ 1486માં કલકત્તાથી ઉત્તર દિશામાં 150 કિલોમીટર દૂર આવેલા શ્રીધામ માયાપુરમાં શ્રી જગન્નાથ મિશ્રા અને શ્રીમતી સચીદેવીના પૂત્રસ્વરૂપે અવતર્યા હતા. તેમનો જન્મ તેમના ઘરઆગંણાની બહાર આવેલા લીમડાના ઝાડ નીચે થયો હતો. આથી તેમના માતા-પિતાએ તેમનું નામ “નીમાઈ” રાખ્યું હતું.

શા માટે ઉજવવામાં આવે છે ગૌરપૂર્ણિમા ઉત્સવ?

જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ પોતાના દ્વારા કરવા ઈચ્છતા હતા. તેમજ સ્વંયમના ઉદાહરણ દ્રારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી શ્રીમતી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌરપૂર્ણિમા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.

કઈ રીતે થશે ઉજવણી?

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે આ ઉત્સવની ઉજવણી સાંજના 6 વાગ્યાથી શરૂ થશે. ઉત્સવના ભાગરૂપે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગની મૂર્તિને સુંદર વિવિધ પૂષ્પોથી સુશોભિત પાલકીમાં વિહાર કરાવવામાં આવશે. ભક્તો સર્વોપરી ભગવાનને પ્રસન્ન કરવા માટે મહા સંકિર્તન કરશે. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રથી ગૂંજી ઉઠશે. ભક્ત સમુદાય દ્વારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનું રટણ કરવાના ઉદેશનો વિસ્તાર કર્યો, એ ઉદેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવશે. બપોરના સમયે સર્વશક્તિમાન ભગવાન શ્રી શ્રી નિતાઈ ગૌરાંગને 108 કરતા પણ વધુ વ્યજંનોનો રાજભોગ અર્પણ કરવામાં આવશે. જેમને મંદિરના ભક્તો દ્વારા પ્રેમપૂર્વક બનાવવામાં આવશે એ પછી રાજભોગ આરતી કરવામાં આવશે.

પંચામૃત-પંચગવ્યથી થશે અભિષેક

વિહાર બાદ ભગવાન શ્રી નિતાઈ ગૌરાંગની મૂર્તિને (ભગવાન શ્રીચૈતન્ય અને શ્રી નિત્યાનંદાને) મહા અભિષેક અર્પણ કરવામાં આવશે. ભગવાનની મૂર્તિને સર્વપ્રથમ પંચામૃતથી ( જે દૂધ, દહીં, ઘી, મધ અને ગોળના પાણીનું મિશ્રણ છે) અભિષેક કરાવવામાં આવશે. તેમજ પંચગવ્ય ( જે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણને પાણી સાથે સંમિશ્રિત કરીને બનાવેલ મિશ્રણ)થી પણ અભિષેક કરાવવામાં આવશે અને ત્યારબાદ વિવિધ ફળોના રસ દ્વારા અભિષેક કરાવવામાં આવશે.

ભક્તો દ્વારા ખાસ સ્ત્રોત (બ્રહ્મસંહિતા) જેની મૂળ કૃતિ શ્રીચૈતન્ય મહાપ્રભુએ કેરાલામાં તિરૂવટ્ટારમાં આવેલા આદિ કેશવા મંદિરમાંથી પ્રાપ્ત કરેલી હતી. તેના સ્ત્રોતનું રટણ કરવામાં આવશે. શ્રીલા ભક્તિવિનોદ ઠાકુર જે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના પરંપરા આચાર્ય છે. તેમના દ્વારા રચિત ગૌરા આરતી ભક્તો દ્રારા ગાઈને મહાઆરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ મૂર્તિઓને 108 કળશના પવિત્ર જળનો અભિષેક કરાવવામાં આવશે. જે દરમ્યાન ભક્તો ઋગવેદમાં વર્ણવેલા પૂરૂષસુક્તનું રટણ કરતાં ભગવાનને પ્રાર્થના કરશે.

અભિષેક અને ભોગ બાદ મહાઆરતી

ભગવાનને અભિષેક અને ભોગ ધરાવ્યા બાદ મહાઆરતી કરવામાં આવશે. પછી શ્રીચૈતન્ય મહાપ્રભુની મહત્તા દર્શાવતું ગીત શ્રીસચીતનય અષ્ટકમ સાથે ગાઈને મહા આરતી ઉતારવામાં આવશે. આ દરમ્યાન હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્વારા “ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષય પર “ચિંતામણી” નામક ખાસ નાટક ભજવવામાં આવશે.

ઉત્સવની પૂર્ણાહતીમાં સૌ ભકતોને અનુકલ્પા મિષ્ટાન આપવામાં આવશે. જેને અનાજ સિવાયના તત્વોમાંથી બનાવેલું હોય છે. આ દિવસે કોઈ પણ ધાન્ય ગ્રહણ કરવાની મનાઈ હોય છે. ઉત્સવના બીજા દિવસે ભગવાનને ખાસ મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવશે. જેને ‘જગન્નાથ મિશ્રા મિષ્ટાન” તરીકે ઓળખવામાં આવે છે. મિષ્ટાનનું આ પ્રચલિત નામ ચૈતન્ય મહાપ્રભુના પિતાએ પુત્રજન્મ નિમિત્ત ઉજવવાના ભાગરૂપે આપેલા ખાસ મિજબાનીના ઉપક્રમે આપવામાં આવ્યું.

ઉત્સવની વિગત

તારીખ અને દિવસ-18 માર્ચ, 2022 શુક્રવાર

શુભ સ્થળ– હરેક્રિષ્ના મંદિર, ભાડજ, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, અમદાવાદ.

ઉત્સવની વિશિષ્ટતાઓ

  1. દર્શન-સવારના 7.15 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
  2. મહા સંકિર્તન -સવારના 10.00 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
  3. પાલકી ઉત્સવ-સાંજે 6.15 વાગે
  4. મહા અભિષેક-સાંજે 7.00 વાગે
  5. ડ્રામા-રાત્રે 8.00 વાગે
  6. મહા મંગલા આરતી-રાત્રીના 8.45 વાગે
  7. ફૂલ હોળી-રાત્રીના 9.00 વાગે

આ પણ વાંચો: Bhakti : હિન્દુ ધર્મમાં પંચદેવ અને પંચોપચાર પૂજાનું ઘણું મહત્વ છે, જાણો શા માટે ?

આ પણ વાંચો: Ayodhya Ram Mandir : અયોધ્યાના રાજા રામ અનેક ગુણોનો ભંડાર છે, જાણો શા માટે તેમણે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો ?

g clip-path="url(#clip0_868_265)">