MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવાબદાર, જુઓ વીડિયો

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને લખ્યું છે કે, "બાબા સિદ્દીકીની જેમ, જો મારી કે મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીદારની હત્યા થાય છે તો તેના માટે એકલા IPS રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે". "નકલી એન્કાઉન્ટર કેસમાં 7 વર્ષ જેલમાં વિતાવનાર આ અધિકારીનું પાત્ર આખું ગુજરાત જાણે છે."

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2024 | 3:47 PM

બનાસકાંઠાના વડગામ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા X પર એક નોંધ મૂકી છે. આ નોંધને કારણે, ગુજરાતના રાજકારણ સહીત આઈપીએસ અધિકારીઓમાં હલચલ મચી જવા પામી છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ, સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને કહ્યું છે કે, ”

“બાબા સિદ્દીકીની જેમ, જો મારી કે મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીદારની હત્યા થાય છે તો તેના માટે એકલા IPS રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે”.

“નકલી એન્કાઉન્ટર કેસમાં 7 વર્ષ જેલમાં વિતાવનાર આ અધિકારીનું પાત્ર આખું ગુજરાત જાણે છે.”

“ગમે તે થાય, હું ગુજરાત અને દેશના દલિતો, પછાત વર્ગો અને બહુજનના સ્વાભિમાનની લડાઈ ક્યારેય છોડીશ નહીં.”

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દલિતોના મુદ્દે રજૂઆત કરવા માટે રાજકુમાર પાંડિયન સમક્ષ ગયા હતા. જ્યા જીજ્ઞેશ મેવાણીના કહેવા અનુસાર રાજકુમાર પાંડિયને તેમનું અપમાન કર્યું હતું. ત્યાર બાદ, જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એક પત્ર લખીને, આઈપીએસ રાજકુમાર પાંડિયન સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.

આ પ્રકરણમાં આજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કરીને તેમની, તેમના પરિવારના કોઈ સભ્યની કે તેમની ટીમના કોઈ સભ્યની હત્યા થાય છે તે તેના માટે માત્રને માત્ર આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે. આ ટ્વીટ પીએમઓ, કેન્દ્રીય ગૃહપ્રધાનના કાર્યાલય અને વિવિધ સમાચાર માધ્યમોને ટેગ કર્યાં છે.

Follow Us:
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલઃ સૂત્ર
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી ઈકો સેન્સિટીન ઝોનનો નોંધાવ્યો વિરોધ
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
છોટા ઉદેપુરમાં વધુ એક પ્રસુતા પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી શકી
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
ઈકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં મળ્યુ કિસાન સંઘનું સંમેલન- Video
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા
ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video
ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video
કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
g clip-path="url(#clip0_868_265)">