ઈકો સેન્સિટીવ ઝોનના નવા જાહેરનામાને જુનાગઢના ખેડૂતોએ ગણાવ્યો કાળો કાયદો, સભા યોજી કર્યો વિરોધ- Video
જુનાગઢમાં ઈકો સેન્સિટીવ ઝોનના નવા જાહેરનામાને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ સરકારના નવા જાહેરનામાને કાળો કાયદો ગણાવ્યો. મેંદરડામાં ખેડૂતોએ સભા યોજી વિરોધ નોંધાવ્યો.
સરકાર દ્વારા જાહેર કરાયેલા ઈકો સેન્સિટીવ ઝોનના નવા જાહેરનામાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ સહિતના જિલ્લાના ખેડૂતો આ કાયદાનો વિરોધ કર્યો છે. જુનાગઢમાં પણ ઈકો ઝોન મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. જે અંતર્ગત મેંદરડા તાલુકાના ખેડૂતોએ સભા યોજી વિરોધ નોંધાવ્યો.જેમા ઈકો ઝોન અંતર્ગત આવતા ગામોના ખેડૂતો હાજર રહ્યા હતા.
ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી કાયદો રદ કરવા માગ કરી. ખેડૂતોએ તેમની માગ કેન્દ્રીય મંત્રી સુધી પહોંચાડવાની આવેદનપત્રમાં રજૂઆત કરી છે. સરકારના નવા જાહેરનામા અંતર્ગત જે 5 જિલ્લાને ઈકે સેન્સિટીવ ઝોન અંતર્ગત આવરી લેવાયા છે તે તમામ જિલ્લાના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે અને નવા જાહેરનામાને કાળો કાયદો ગણાવી રહ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોની વહાર આવવાને બદલે વિરોધી બની છે. ખેડૂતો હેરાન થઈ જમીન વેચીને જતા રહે તેવુ સરકારનું ષડયંત્ર હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
