વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલઃ સૂત્ર

વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ ફાઇનલઃ સૂત્ર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2024 | 8:12 PM

વાવ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલ હોવાનું મનાઈ રહ્યું છે. આવતીકાલેગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થઈ શકે છે.

બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ ફાઇનલ હોવાનું મનાઈ રહ્યું છે. આવતીકાલે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થઈ શકે છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ ચર્ચામાં છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે જો ભાજપમાંથી કોઇ નારાજ થઇને કોંગ્રેસમાં આવ્યું હશે અને કોંગ્રેસ તેને ટિકીટ આપશે તો તેને પણ જીતાડીશું. કોંગ્રેસ જેને ટિકીટ આપશે તેના સમર્થનમાં હું રહીશ.

બીજી તરફ અપેક્ષિત ઉમેદવારો ઠાકરશી રબારી અને કે.પી. ગઢવીએ પણ કોંગ્રેસ પક્ષ જે ઉમેદવાર મુકશે તેને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે મોવડી મંડળ જે પણ નામ નક્કી કરે તે સૌને માન્ય રહેશે. હાલ તો નિરીક્ષકો દ્વારા અપેક્ષિત ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારોની યાદી પાર્લામેન્ટરી બોર્ડને સોંપાશે.

g clip-path="url(#clip0_868_265)">