ICCR અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ આવતા વિદેશી વિદ્યાર્થીઓને મળે છે આ વિશેષ સવલતો- વાંચો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન અંતર્ગત ગુજરાતમાં 1136 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત આ વિદેશી વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર વહન કરે છે અને તેમને યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ વિશેષ સવલતો આપવામાં આવે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બાદ વિદેશી વિદ્યાર્થીઓને વધુ અદ્યતન સુવિધા સાથેની નવી NRI હોસ્ટેલ ફાળવવામાં આવી છે. જેમા આરઓ સિસ્ટમ, કિચન, અદ્યતન ફર્નિચર, વોર્ડરોબ સહિતની થ્રી સ્ટાર હોટેલ જેવી તમામ સુવિધાઓ છે. યુનિવર્સિટીમાં આવેલી કેમ્પસ હોસ્ટેલમાં હાલ ચાર બ્લોક છે. જે A B C અને D એમ ચાર અલગ અલગ ભાગમાં વહેંચાયેલી છ. અગાઉ યુનિવર્સિટીના આ ચારેય બ્લોકમાં વિદ્યાર્થીઓ રહેતા હતા. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી A બ્લોક વિદેશી વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો હતો. જેમા 100 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે.
વિદેશી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા મળે છે વિશેષ સવલતો
વિદેશી વિદ્યાર્થીઓને દર મહિને સ્ટાઈપેન્ડ, હાઉસ એલાઉન્સ સહિતની તમામ સુવિધાઓ મળે છે. દર વર્ષે રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અલગથી એડમિશન પ્રક્રિયા કરવામાં આવે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન અંતર્ગત ગુજરાતમાં હાલ 1136 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી ગુજરાત યુનિવર્સિટીમાં 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહી વિદ્યાર્થીઓને હાઉસ એલાઉન્સ, ટ્યુશન ફી, બુક એલાઉન્સ અને સ્ટાઈપેન્ડ સહિતની સુવિધા મળે છે.
વિદેશી વિદ્યાર્થીઓને દર મહિને મળે છે 18 થી 22 હજાર સુધીનું સ્ટાઈપેન્ડ
વિદેશી વિદ્યાર્થીઓને દર મહિને અભ્યાસ માટે સરકાર દ્વારા સ્ટાઈપેન્ટ પણ આપવામાં આવે છે. જેમા બેચલરના અભ્યાસ માટે 18000 રૂપિયા, માસ્ટર્સના અભ્યાસ માટે 20,000 રૂપિયા અને PHDના અભ્યાસ માટે 22 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવે છે. અહીં રહેતા વિદેશી વિદ્યાર્થીઓનો મોટાભાગનો ખર્ચ સરકાર વહન કરે છે. સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ ભણવા માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓનો મોટાભાગનો ખર્ચ સરકાર દ્વારા જ ચુકવવામાં આવે છે. આ વિદ્યાર્થીઓની ટ્યુશન ફી સીધી યુનિવર્સિટીને ચુકવવામાં આવે છે અને વર્ષમાં એકવાર પુસ્તક એલાઉન્સ પણ આપવામાં આવે છે.
દર મહિને મળે છે 5500 રૂપિયા હાઉસ એલાઉન્સ
યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને દર મહિને 5500 રૂપિયા હાઉસ એલાઉન્સ પેટે આપવામાં આવે છે. સામાન્ય વિદ્યાર્થીઓ પાસેથી રોજના બે રૂપિયાનું હોસ્ટેલ ભાડુ લેવામાં આવે છે. યુનિવર્સિટીમાં બી, સી, અને ડી બ્લોકમાં રહેતા વિદ્યાર્થીઓને લાઈટ, પંખા, બેડ અને બાથરૂમની સુવિધા સાથેના રૂમ મળે છે. જ્યારે A બ્લોકમાં રહેતા વિદ્યાર્થીઓને લાઈટ, પંખા, બેડ અને બાથરૂમ સહિત અલગથી રસોડુ પણ આપવામાં આવ્યુ છે. જેમા તેમને AC લગાવવાની પણ છૂટ આપવામાં આવે છે. આ વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તેનુ સંચાલન ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઈઝરી સંચાલન કરે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ માટે કોઈ પ્રતિબંધ નથી. બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દિવસે કે રાત્રે ગમે તે સમયે અવરજવર કરી શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો