Ahmedabad: સરદાર પટેલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરાશે, સ્ટ્રક્ચર રિપોર્ટ અનફિટ આવતા લેવાયો નિર્ણય

|

Apr 28, 2022 | 3:05 PM

તાજેતરમાં જ ખેલ મહાકુંભનો ફરી પ્રારંભ કરવાનો કાર્યક્રમ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad: સરદાર પટેલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરાશે, સ્ટ્રક્ચર રિપોર્ટ અનફિટ આવતા લેવાયો નિર્ણય
Sardar Patel Stadium

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં ઉસ્માનપુરા ખાતેનું સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) AMC દ્વારા બંધ કરાશે, સ્ટેડિયમનો સ્ટ્રક્ચર રિપોર્ટ અનફિટ આવતા નિર્ણય લેવાયો છે. સ્ટ્રક્ચર રિપોર્ટ મુજબ સ્ટેડિયમ જોખમી છે. તેમાં કોી પણ ઇવેન્ટ કરવી જોખમી છે. હવે સરદાર પટેલ સ્ટેડિયમને રિનોવેટ કરવા અંગે વિચારણા થશે. જોકે સ્ટેડિયમના મેદાનનો રમત ગમત માટે ઉપયોગ થઈ શકશે. મેદાન સિવાયનું સ્ટ્રક્ચર જોખમી છે. તાજેતરમાં જ ખેલ મહાકુંભનો ફરી પ્રારંભ કરવાનો કાર્યક્રમ થયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વતંત્રતા બાદ પરદેશોની ક્રિકેટ ટીમો ભારત આવતી થઈ હતી, શરૂઆતમાં અમદાવાદમાં ગુજરાત કૉલેજ તથા એચ. એલ. કૉમર્સ કૉલેજનાં મેદાનો ઉપર કામચલાઉ તંબૂઓ બાંધીને રમતો રમાડવામાં આવતી. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા આદિ નગરોની જેમ અમદાવાદમાં પણ પાકું બાંધેલું સ્થાયી સ્ટેડિયમ  હોય એવું અગ્રણીઓ ઇચ્છતા થયા. 1956માં આ માટે નવરંગપુરામાં વિશાળ જગ્યા ખરીદવામાં આવી. તે સમયે તેર લાખ રૂપિયામાં 4,000 બેઠકોનું આંશિક પાકું સ્ટેડિયમ મહાનગરપાલિકાએ બાંધ્યું. ક્રિકેટ માટે ટર્ફ પ્રકારની વિકેટ તૈયાર કરાઈ. સ્વીમિંગ પૂલ, સ્કેટિંગ ટ્રેક અને ટેનિસ માટેનાં મેદાનો પણ બંધાયાં. ત્યાર બાદ બાળકોને પ્રશિક્ષણ આપવાની વ્યવસ્થા કરાઈ. અમ્પાયરિંગની સમજ અમ્પાયર મામસા આપતા. સ્ટેડિયમનું સંચાલન સ્પૉર્ટ્સ ક્લબ નામની સંસ્થાને અપાયું. તેનું કાર્યાલય  પણ બાંધવામાં આવ્યું હતું.

સ્અંટેડિયમ બંધાઈ ગયા બાદ ગ્રેજોએ સપ્તાહ લાંબી ટેસ્ટ સ્પર્ધાઓથી તેમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરેલો. ભૂમિની અછત નહોતી, તેથી વિશાળ મેદાનોમાં ક્રિકેટ રમવામાં આવતી. આવી ક્રિકેટની લોકપ્રિયતા ઘટતી ગઈ. તેથી તેને લોકપ્રિય રૂપ આપવા વનડે મેચનો આરંભ કરાયો. ભારતમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ અમદાવાદમાં સરદાર સ્ટેડિયમ ઉપર ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી. પછી તો, સંખ્યાબંધ સ્પર્ધાઓમાં દેશવિદેશના સેંકડો નામી ખેલાડીઓ અહીં રમ્યા હતા. કપિલદેવે અહીં વિક્રમ સ્થાપ્યો હતો. સમય જતાં, મેદાન ફાજલ પડ્યું રહેતાં બીજી પ્રવૃત્તિઓ માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજયનું તાપમાન સૂકું રહેશે, આજે સુરેન્દ્રનગર શહેર સૌથી ગરમ શહેર

આ પણ વાંચોઃ  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા આમને સામને, આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી રાજકારણ ગરમાયું

Published On - 12:24 pm, Thu, 28 April 22

Next Article