હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજયનું તાપમાન સૂકું રહેશે, આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર

હવામાન વિભાગ દ્વારા કચ્છ-ભુજ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વલસાડ, સુરેન્દ્ર નગરમાં હિટવેવની (Heat Wave) આગાહી કરાઈ છે. તેમજ આજે પણ અમદાવાદમાં 44 ડિગ્રી કે તેની ઉપર તાપમાન રહી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજયનું તાપમાન સૂકું રહેશે, આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર
Heat wave (Symbolic image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 28, 2022 | 3:06 PM

હવામાન વિભાગે (IMD) એક મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 5 દિવસ રાજયનું (Gujarat) તાપમાન સૂકું રહેશે. અને, ગુજરાતમાં આગામી દિવસોમાં 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. રાજ્યવાસીઓએ આગામી 24 કલાક અને બાદમાં ગરમીથી (Heat Wave) ધ્યાન રાખવું પડશે. કેમ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમા ગરમી હજુ 1 ડિગ્રી વધી શકે છે. એટલે કે બુધવારે સુરેન્દ્રનગરમાં 44.3 અને અમદાવાદ માં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું તેમાં 1 ડિગ્રી વધારો આવી શકે છે. એટલે કે રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જે આ ચાલુ સિઝનનું સૌથી વધુ તાપમાન માનવામાં આવી રહ્યું છે. તો બુધવારે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં 44.3 અને અમદાવાદ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જેને લઈને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયુ છે.

કેમ તાપમાનમાં થયો વધારો

ઉનાળાની પિક સિઝનની શરૂઆત થઈ ગયાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. સાથે જ હવામાન વિભાગે જણાયું કે સૂકા વાતાવરણ અને ઉતરી પવન ફૂંકાવવાના કારણે અને સીધા સન ડાયરેક્શન અને સૂકા પવનના કારણે હાલ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.

આ પણ વાંચો

ક્યાં ક્યાં સ્થળે હિટવેવની કરાઈ આગાહી

હવામાન વિભાગ દ્વારા કચ્છ-ભુજ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વલસાડ, સુરેન્દ્ર નગરમાં હિટવેવની આગાહી કરાઈ છે. તેમજ આજે પણ અમદાવાદમાં 44 ડિગ્રી કે તેની ઉપર તાપમાન રહી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

24 કલાક બાદ 1 ડિગ્રી તાપમાનમાં થશે ઘટાડો

હવામાન વિભાગે એ પણ જણાવ્યું કે આગામી 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 1 ડિગ્રી ઘટાડો આવી શકે છે. જોકે હાલના 44 ડિગ્રી ઉપરના તાપમાન સએ 1 ડિગ્રી ઘટાડો નહિવત છે એટલે કે 43 ડિગ્રી સુધી આગામી એક દિવસ બાદ ચાર દિવસ સુધી તાપમાન રહેશે. કે તાપમાન પણ અસહનીય છે. તેમજ હાલમાં હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતાઓ નહિ હોવાથી પણ ગરમીમાં રાહત મળવાની કોઈ શક્યતાઓ વર્તાઈ નથી રહી.

ગુજરાતમાં મોટાભાગના સ્થળે 43 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયુ

બુધવારે રાજ્યમાં ચાલુ સિઝનની રેકોર્ડ બ્રેક ગરમી પડી. જેમાં વિવિધ શહેરમાં 40 ડિગ્રી થી લઈને 44.3 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું.

સુરેન્દ્રનગર 44.3, અમદાવાદ 44.2, અમરેલી 43.5, ભુજ 43.2, ગાંધીનગર 43, રાજકોટ 41.5, વડોદરા 41.8, વલ્લભ વિદ્યાનગર 41.3, ડિસા 41.2, ભાવનગર 40.5, કંડલા એરપોર્ટ 40.4, કેશોદ 40.3, સુરત 40.2,

હવામાન વિભાગ દ્વારા લોકોને કરાઈ અપીલ

વધતી જતી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાયવાસીઓને અપીલ કરાઇ છે. જેમાં હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરાઈ. તેમજ લોકો ને ગરમીથી બચવા ઠંડા પીણા સહિત જરૂરી ઉપાય કરવા પણ સલાહ અપાઈ. જેથી ગરમીની અસર લોકોને ન થાય.

આ પણ વાંચો :ભારે કરી ! સુરતના આ કાકાએ સડક પર એવી સાઈકલ ચલાવી કે લોકો જોતા રહી ગયા, જુઓ VIDEO

આ પણ વાંચો :પારિવારિક ટેક્સ વિવાદમાં ઘેરાયેલા ભારતીય મુળના UK ના નાણામંત્રી ઋષિ સુનકને મોટી રાહત, જાણો શું હતો મામલો ?

g clip-path="url(#clip0_868_265)">