IIT Bombay Student Death Case: દર્શન સોલંકીના અસ્થી ચાંદોદમાં વિસર્જન કરાયા, પિતાએ SITની તપાસ સામે નારાજગી દર્શાવી
IIT Bombay student Darshan Solanki death case: દર્શન સોલંકીના અસ્થિ વિસર્જન ડભોઈ નજીક ચાંદોદમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેના પિતાએ SIT સામે આક્ષેપ કર્યા હતા.
IIT મુંબઈના અમદાવાદ ના વિદ્યાર્થી દર્શન સોલંકીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા બાદ તેની તપાસનો ધમધમાટ શરુ થયો છે. ગત 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં દર્શને હોસ્ટેલના બિલ્ડિંગ પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધુ હતું. મુંબઈ પોલીસે SIT નુ ગઠન કરીને દર્શન સોલંકીના અપમૃત્યુની તપાસ શરુ કરવામાં આવી છે. આ દરમિયાન દર્શનના પિતાએ SIT સામે જ સવાલો ખડા કરી દીધા છે. ચાંદોદ ખાતે આવેલા દર્શનના પિતાએ મીડિયા સાથે વાતચીત કરતા SIT સામે શંકા વ્યક્ત કરી હતી. તેઓએ જાતિગત ભેદભાવના મુદ્દા પર તપાસ નહીં થઈ રહી હોવાની નારાજગી દર્શાવી હતી.
આ મામલે દર્શન સોલંકીના પિતાએ SIT ના અધ્યક્ષ અને JCP ક્રાઈમ મુંબઈને એક પત્ર લખીને આ મામલા પર તપાસ કરવા માટે રજૂઆત કરી હતી. જોકે આ મામલે કોઈ જ સંતોષ દર્શનના પિતાને તપાસને લઈ લાગી રહ્યો નથી. દર્શનના પિતા અને તેમના પરિવારજનો ડભોઈ નજીક આવેલા ચાંદોદ આવ્યા હતા. જ્યાં મીડિયા સાથે મૃતક દર્શનના પિતા રમેશભાઈ સોલંકીએ વાત કરી હતી.
તપાસ સામે અસંતોષ!
વિદ્યાર્થી દર્શન સોલંકીને લઈ મુંબઈ પોલીસની SIT દ્વારા તપાસ શરુ કરી છે. તપાસ માટેની વિશેષ ટીમ જોઈન્ટ કમિશ્નર ક્રાઈમ લખમી ગૌતમને નિમવામાં આવ્યા છે. તેમના દ્વારા તપાસની શરુઆત કરવામાં આવી છે. જોકે આ દરમિયાન જેસીપી ગૌતમને દર્શનના પિતા રમેશભાઈ સોલંકીએ એક પત્ર લખીને તપાસને લઈ રજૂઆત કરી હતી. તેઓ લખ્યુ હતુ કે, તેમના પુત્ર દર્શન સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હોવાને લઈ આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે. તેને જાતિગત ભેદભાદ અલગ કરી દઈને દર્શાવવામાં આવતો હતો. પત્ર લખીને રમેશભાઈએ આ અંગે રિઝર્વ કેટેગરીનો હોઈ હેરાનગતી કરવામાં આવતી હોવાથી આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરવામા આવ્યો હોવાની દિશામાં તપાસ કરવામાં આવે.
જોકે આ દરમિયાન હવે રમેશભાઈએ પત્ર લખ્યાના બાદ હવે મીડિયા સામે દિકરાના મોતની તપાસને લઈ SIT સામે શંકા વ્યકત કરી છે. દર્શન સોલંકીના પિતા રમેશ સોલંકીનો આક્ષેપ છે કે કૉલેજમાં દર્શન સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવતો હતો તે દિશામાં કોઈ તપાસ નથી કરાઈ રહી. પિતા રમેશભાઈએ ન્યાયિક અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. દર્શનના પરિવારજનો ડભોઈ નજીક ચાંદોદમાં દર્શનના અસ્થિનું વિસર્જન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં દર્શનના પિતાએ SITની તપાસ સામે નારાજગી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત 12 ફેબ્રુઆરીના રોજ દર્શને હોસ્ટેલના બિલ્ડિંગ પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધુ હતું.
આ પણ વાંચોઃ IPL 2023: MS Dhoni સાથે અભિનેત્રીની સાસુએ ફોટો પડાવ્યો અને કરી દીધી KISS, માહિની મોટી ફેન!
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…