IPL 2023: MS Dhoni સાથે અભિનેત્રીની સાસુએ ફોટો પડાવ્યો અને કરી દીધી KISS, માહિની મોટી ફેન!

IPL 2023, Chennai Super Kings: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન MS Dhoni ક્રિકેટ ચાહકોના દિલમાં સ્થાન ધરાવે છે, ધોની મેદાનમાં ઉતરે એટલે માહોલ જબરદસ્ત બની જતો હોય છે.

IPL 2023: MS Dhoni સાથે અભિનેત્રીની સાસુએ ફોટો પડાવ્યો અને કરી દીધી KISS, માહિની મોટી ફેન!
Ms Dhoni Kissed by mother in law of Khushbu Sundar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 9:29 PM

શરુઆતથી લઈને IPL 2023 સુધીની તમામ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીનો માહોલ જબરદસ્ત છવાયેલો જોવા મળી રહ્યો છે. ધોની મેદાનમાં ઉતરે માહોલ બદલાઈ જતો હોય છે, હરીફ ટીમની રણનિતી પણ બદલાઈ જતી હોય છે. બેટિંગ કરવા માટે ઉતરે બોલર પર પ્રેશર વધી જતુ હોય છે અને કેપ્ટન પણ સતત દબાણમાં રહેતો જોવા મળતો હોય છે. ધોની ચાહકોના દિલમાં વસેલો ખેલાડી છે. દુનિયાભરમાં તેના ચાહકો છે. ધોની માટે અવાર નવાર ચાહકો તરફથી દિવાનગી જોવા મળતી હોય છે. ધોનીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગી છે. આ તસ્વીરમાં એક મહિલા ધોનીને ચૂમી રહી છે.

ધોનીની સાથે મુલાકાત કરતા ઉંમરલાયક મહિલાએ પહેલાતો કેટલીક તસ્વીરો લીધી. આ દરમિયાન મહિલાએ ધોનીને ચૂમી લીધો હતો. આ મહિલા ધોનીની ખૂબ જ મોટી ફેન છે. આ મહિલા વિશેની ઓળખ આપી દઈએ કે, તે ખૂબસૂરત અભિનેત્રી અને ભાજપ નેતા ખૂશ્બૂ સુંદરની સાસુ છે. સુંદરે પણ ધોની સાથે પોતાની તસ્વીર ખેંચાવી હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ખૂશ્બૂએ તસ્વીર શેર કરી

અભિનેત્રી અને નેતા ખૂશ્બૂ સુંદરે ધોની સાથેની પોતાની અને સાસુની મુલાકાતની પળની તસ્વીરો શેર કરી હતી. જેમાં તેણે સાસુની ધોની સાથેની ત્રણ તસ્વીરો શેર કરી હતી. સુંદરની સાસુ 88 વર્ષની ઉંમરના છે. વડિલ મહિલા સાથે ધોનીએ ખૂબ ખુશ જોવા મળી રહ્યો હતો. તેણે સુંદરની સાસુના પ્રત્યે ધોનીના સ્નેહ અને આવકાર ભાવને લઈ અભિનેત્રી ખૂશ્બૂ ગદગદ થઈ ગઈ હતી. ખૂશ્બૂએ માહીને માટે શબ્દો તસ્વીરો શેર કરતા લખ્યા હતા કે, તમે તેમના જીવનમાં વર્ષ સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ સાથેના ઉમેર્યા છે. તેના માટે મારા પ્રણામ. મારી કૃતજ્ઞતા.

ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે મેચ

આગામી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી 17 એપ્રિલે એટલે કે રવિવારે રમાનારી છે. આમ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે સોમવારે ટક્કર જોવા મળશે. બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ મેચ રમાનારી છે.

આ પણ વાંચોઃ રિંકૂ સિહનુ ગજબનુ વર્કઆઉટ, જોઈને વિરાટ કોહલીને ભૂલી જશો, છજા પર લટકીને કરે છે કસરત! Watch Video

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">