ઓઢવમાં પાંચ શખ્શોએ મળીને સગીરની કરી હત્યા, કિશોરો વચ્ચેની તકરાર મર્ડર સુધી પહોંચી

|

Dec 23, 2023 | 5:03 PM

શહેરના ઓઢવ વિસ્તારમાં અંગત અદાવતમાં એક સગીરની હત્યા કરવામાં આવી છે. જે હત્યાના ગુનામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી એક સગીર વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે. જોકે આ ગુનામાં અન્ય એક આરોપી ફરાર છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી.દિવાળી સમયે થયેલી તકરાર ની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઓઢવમાં પાંચ શખ્શોએ મળીને સગીરની કરી હત્યા, કિશોરો વચ્ચેની તકરાર મર્ડર સુધી પહોંચી
તકરાર મર્ડર સુધી પહોંચી

Follow us on

અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહત પાસે એક સગીર પર 21 તારીખે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં સારવાર બાદ સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ઓઢવ પોલીસે હત્યા અને એટ્રોસિટી ની કલમો હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે ગુનામાં અન્ય એક સગીરની પણ સંડોવણી હોવાથી તેને વિરોધ કાયદાકીય પગલા લીધા છે.

ઓઢવ પોલીસે કિશન ખટીક, શ્યામ ખટીક, સુરજ ખટીક, વિજય ખટીક અને પિયુષ પટેલ ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી સુશાંત શર્મા ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતકને 14 વર્ષિય બોબી નાડીયા સાથે તેમની લાંબા સમયથી અંગત અદાવત ચાલતી હતી. દિવાળી સમયે પણ બન્ને વચ્ચે તકરાર થઈ હતી. જેનો બદલો લેવા આરોપી એ હુમલો કર્યો હતો.

સગીરની તકરાર હત્યા સુધી પહોંચી

બોબી નાડીયાની હત્યા ની વિગત પર નજર કરીએ તો, 21 તારીખે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં મૃતક બોબી અને તેનો ભાઈ સંજય રબારી વસાહત પાસે આવેલા રાજાધિરાજ પાર્લર પાસે બેઠા હતા. તે સમયે બે બાઈક પર આવેલા પાંચ આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમા બોબીને સાથળના ભાગે ઈજા પહોચી હતી. જેની સારવાર કરાવી ઘરે લાવ્યા બાદ ગઈકાલે તેનુ મૃત્યુ નિપજ્યું હતું. જે અંગે પરિવારે પોલીસને જાણ કરતા ઓઢવ પોલીસે હત્યા અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

મહત્વનું છે કે ઓઢવમાં થયેલી હત્યા પાછળ બે સગીરોની માથાકૂટ અને તકરાર જવાબદાર છે. જેમા એક સગીરનુ મોત નિપજ્યું તો અન્ય એક સગીર વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામા આવી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં અન્ય કોઈ કારણ સામે આવે છે કેમ તે જોવુ મહત્વનું છે.

કારણ કે પોલીસને એ વાતનો પણ સવાલ છે કે, આટલી કિશોર વયની ઉંમરે શા માટે આમને સામને આટલી હદે તકરાર સર્જાઈ. તો વળી આટલી વયના કિશોરની તકરારમાં તેને મદદ કરવા માટે અન્ય યુવકો પણ આવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો આમ. હત્યાનું સ્પષ્ટ કારણ પણ શોધવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યા છે.

આ પણ વાંચોઃ  પ્રસુતિ વેળા માતા-બાળકના જોખમ ઘટાડવા ગુજરાતના 650 તબિબોએ યોજી કોન્ફરન્સ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:03 pm, Sat, 23 December 23

Next Article