પહેલા જામતાડા, રાજસ્થાન અને હવે ગુજરાત સુધી ફેલાયા સૌથી મોટા સાયબર ફ્રોડના તાર, ચીનના આકાઓ ગુજરાતના સાયબર ગઠિયા દ્વારા પડાવે છે પૈસા

અત્યાર સુધી સાયબર ક્રાઇમ માટે સૌથી વધુ જાણીતું ઝારખંડનું જામતાડા અને ત્યારબાદ રાજસ્થાનના અમુક જિલ્લાઓ નામચીન હતા, પરંતુ હવે સાયબર ક્રાઇમનું દૂષણ ગુજરાત સુધી પહોંચી ચૂક્યું છે. ગુજરાતથી પણ હવે સાઇબર ક્રાઈમ ગઠિયાઓ સક્રિય થઈ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. ગુજરાતથી ચીન સુધી જોડાયેલા સૌથી મોટા સાઇબર રેકેટનો પર્દાફાશ અમદાવાદ સાઈબર ક્રાઇમે કર્યો છે.

પહેલા જામતાડા, રાજસ્થાન અને હવે ગુજરાત સુધી ફેલાયા સૌથી મોટા સાયબર ફ્રોડના તાર, ચીનના આકાઓ ગુજરાતના સાયબર ગઠિયા દ્વારા પડાવે છે પૈસા
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 16, 2024 | 8:46 PM

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં થોડા સમય પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં માઈકા કંપનીના પ્રેસિડેન્ટ સાથે 1.15 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા ગુજરાતથી ઓપરેટ થતું સાઇબર ફ્રોડનું સૌથી મોટું રેકેટ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર કેસમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ રેકેટ ગુજરાતનું સૌથી મોટું સાઇબર રેકેટ હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે પકડેલા 13 આરોપીઓ પૈકી એક માસ્ટરમાઈન્ડ અને અન્ય લોકો કે જેમાં પૈસા ટ્રાન્સફર થયા હોય તેની ધરપકડ કરી છે, પરંતુ પોલીસ તપાસમાં આ ગુજરાતથી ઓપરેટ થતા ફ્રોડનું મૂળ ચાઈના સુધી પહોંચ્યું છે. પકડાયેલા આરોપીઓના અલગ અલગ રોલ છે અને તેઓએ અલગ અલગ બેંક એકાઉન્ટો મારફતે પૈસાની લેતી દેતી કરી હોવાનું સામે આવ્યું છે.

મુખ્ય સૂત્રધાર અને એજન્ટનું કામ કરતા મોઈન ઈંગોરિયા સહિત 12ની ધરપકડ

પોલીસ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેતરપિંડીના લાખો રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી તેને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને મોટાભાગની રકમ ક્રીપ્ટો કરન્સીમાં ડાયવર્ટ કરાવતા હતા. સાયબર ક્રાઇમે બેન્ક એકાઉન્ટના માલિક અને કમિશન માટે એકાઉન્ટ મેનેજ કરનાર મોઇન ઇંગારીયા અને તેની સાથે અન્ય 12 આરોપીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓએ છેતરપિંડીના 1.15 કરોડ માંથી 62 લાખ રૂપિયા ઉપલેટા, ધોરાજી, કુતિયાણા, પોરબંદર, મોરબી, રાજકોટ અને અમદાવાદમાંથી મેળવી મૂળ આરોપીઓ સુધી પહોંચાડ્યા છે. જોકે આરોપીઓની સાથે અન્ય કેટલાક જોડાયેલા વ્યક્તિઓ હજી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ તમામ આરોપીઓ મોઇન ઇંગોરીયા છે અને તેનો સાથીદાર નેવીવાલા મુસ્તફા યુનુસ હજી ફરાર છે. આ બંને આરોપીઓ ભેગા મળીને ચીનની ગેંગ સાથે મળીને ભારતમાં અનેક લોકોને ડરાવી રૂપિયા પડાવ્યા છે. બંને આરોપીઓ અગાઉ ચીન પણ જઈ આવ્યા છે અને ફરી જવાના હતા પરંતુ તે પહેલા પોલીસે તેમને પકડી પાડ્યા છે.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

CBI, RBIના ખોટા લેટર મોકલી સ્કાઈપથી કોલ કરી ધમકાવતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચીનમાં બેઠેલા કેટલાક ભારતીયો અને ચીની સાઇબર ગઠિયાઓ લોકોને અલગ અલગ મોડસ ઓપરેન્ડી થી ધમકાવી રૂપિયા પડાવી રહ્યા છે. જેમાં “ફેડેક્સ કુરિયરમાં ડ્રગ અને પાસપોર્ટ મળી આવ્યા, તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શન થયેલ છે” જેનો સીબીઆઇ અને આરબીઆઈના ખોટા લેટર મોકલી સ્કાઈપ મારફતે કોલ કરી ધમકાવી રૂપિયા પડાવી રહ્યા છે. આ રૂપિયાનો પહેલાં મુંબઈ અને વેસ્ટ બંગાળના અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. જે રૂપિયા પકડાયેલા આરોપી અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી કેટલાક રૂપિયા એટીએમ માંથી રોકડ કરાવી અને કેટલાક રૂપિયા વોલેટ મારફતે ક્રિપ્ટો કરન્સીમાં લઈ હવાલા મારફતે ચીનમાં મોકલી દેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે છેતરપિંડીના 90% રૂપિયા ચીન અને ત્યારબાદ 10% રૂપિયા તમામ કમિશન એજન્ટોમાં વેચાતા હતા. ઉલ્લેખનીય છે કે 13 આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓ માત્ર 10 થી 20 હજાર રૂપિયા માટે પોતાનું એકાઉન્ટ ભાડે આપી અને બીજા લોકો કમિશન માટે જોડાયા હતા.

40થી વધુ બેંક ખાતાની તપાસ

પકડાયેલા આરોપીઓના મોબાઇલમાંથી ક્રિપ્ટો કરન્સીના વોલેટ મળી આવ્યા છે, અને આ લોકોએ આંધ્રપ્રદેશ, ગોવા, મુંબઈ સહિત અનેક રાજ્યોમાં આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા હોવાનો પણ સામે આવ્યું છે. હાલ અન્ય ફરાર મુખ્ય આરોપી નેવીવાલાની પોલીસે શોધખોળ હાથ ધરી છે અને ગુજરાતના જે 40 થી વધુ બેન્ક ખાતાઓ મળી આવ્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાગલ પ્રેમીએ પ્રેમીકા સામે વટ પાડવા લોનથી ખરીદ્યો આઈફોન અને કપડા, પૈસા મેળવવા ચડ્યો ચોરીના રવાડે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">