તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, જુઓ વીડિયો
તાપી : હવે તાપીમાં આફત ત્રાટકી છે. તાપી જિલ્લાની તમામ નદીઓમાં જળસ્તર વધી ગયું છે જેના કારણે નદીના પાણીની ઝપેટમાં અનેક વિસ્તાર આવી ગયા છે.
તાપી : હવે તાપીમાં આફત ત્રાટકી છે. તાપી જિલ્લાની તમામ નદીઓમાં જળસ્તર વધી ગયું છે જેના કારણે નદીના પાણીની ઝપેટમાં અનેક વિસ્તાર આવી ગયા છે.
નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી કહેર મચાવી રહ્યા છે. અહીં સ્થિતિ ખુબ જ વિકટ થઇ ગઇ છે. ધોધમાર વરસાદ અને નદીઓનું રૌદ્રરૂપથી તાપીના લોકો ત્રાહીમામ્ પોકારી ગયા છે.
દક્ષિણ ગુજરાતના એક બાદ એક જિલ્લાઓમાં મેઘરાજા પોતાના બાનમાં લઇ રહ્યા છે. તાપી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. મૂશળધાર વરસાદના કારણે નદીઓનું પાણી ડરાવી રહ્યું છે. તમામ નદીઓ હાલ બે કાંઠે થઇ છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ઘુસી ગયા છે અને લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે. જિલ્લાની વાલ્મીકિ નદીમાં ઘોડપૂરની સ્થિતિ ઉભી થઇ છે. નદી ગાંડીતૂર બનતા કાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.
Published on: Jul 27, 2024 11:14 AM
Latest Videos