મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરાફેરી, જુઓ વીડિયો
મોડાસા રુરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મુકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડામાં ઉતારી દીધી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
અરવલ્લી પોલીસે પોષ ડોડા ભરેલી એક કારને ઝડપી લીધી છે. રાત્રી દરમિયાન મોડાસા રુરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મુકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડામાં ઉતારી દીધી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
પોલીસે કારને ખોલીને તપાસ કરતા અંદરથી માદક પદાર્થ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જેને 13 જેટલા અલગ અલગ કોથળાઓમાં પેક કરેલો હતો. લગભગ 256 કિલો જેટલા પોષ ડોડાની હેરાફેરી કરવા જતા પોલીસની નજરને લઈ તે ઝડપાઈ જવા પામ્યા હતા. 7.63 લાખની કિંમતના પોષ ડોડાને ઝડપી લઈ પોલીસે અજાણ્યા આરોપીની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી
Published on: Jul 27, 2024 11:20 AM
Latest Videos