નવસારી : પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ, જુઓ વીડિયો
નવસારી: ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી ફાંગતા નવસારી જિલ્લામાં પૂરની ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી. અહીં અનેક લોકોનું સ્થળાન્તર કરવાની ફરજ પડી હતી.
નવસારી: ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી ઓળંગતા નવસારી જિલ્લામાં પૂરની ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી. અહીં અનેક લોકોનું સ્થળાન્તર કરવાની ફરજ પડી હતી.
શાંતાદેવી રોડ પરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. એપાર્ટમેન્ટમાં અનેક લોકો ફસાયા હતા. પૂરના પાણીમાં ઘરવખરીને નુકસાન થયું છે તો વાહનો ડૂબ્યા હતા, વાહનોની જળસમાધિના અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નજરેપડી રહી છે. સ્થાનિકો હવે સમસ્યાથી ત્રાસી ઉઠ્યા છે જે દર વર્ષે સર્જાતી સમસ્યાના કાયમી ઉકેલ માટે માગ કરી રહ્યા છે.
Latest Videos