Dwarka Rain : ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,કોંગ્રસે અને ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર, જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસમાં ધોધમારા વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર - ઠેર પાણી ભરાયા છે. ત્યારે ખંભાળિયામાં ભારે વરસાદ બાદ સહાય આપવાની માગ ઉઠી છે. કોંગ્રસે અને ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસમાં ધોધમારા વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર – ઠેર પાણી ભરાયા છે. ત્યારે ખંભાળિયામાં ભારે વરસાદ બાદ સહાય આપવાની માગ ઉઠી છે. કોંગ્રસે અને ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ પેકેજની કોંગ્રેસે માગ કરી છે.
અતિભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના પગલે ખેતરો બેટમાં ફેરવાયા હતા. તો બીજી તરફ ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કહ્યું કે દ્વારકા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સરવે થાય. જેમાં પાલ આંબલિયાએ તલાટી નહીં પરતું કૃષિ નિષ્ણાતોને સરવેની કામગીરી આપવા માગ કરી છે. બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેકટરને આવેદન આપતા કહ્યું કે દ્વારકા જિલ્લાને વિશેષ પેકેજ આપવામાં આવે તેવી માગ કરી છે.
Latest Videos
Latest News