Ahmedabad Crime: લંડનની યુનિવર્સિટીના એડમીશન લેટર બનાવી રૂપિયા પડાવતી ટોળકી સુરતથી ઝડપાઇ

લંડનની યુનિર્વસિટીના બનાવટી એડમીશન લેટર બનાવીને લાખ્ખો રૂપીયા પડાવી લેનાર ટોળકીના ત્રણ આરોપીઓની બાપુનગર પોલીસએ ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ લંડનની કોલેજમાં ફી ભરવાના નામે રૂપીયા 11.52 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે આરોપી ધરપકડ કરી છે. 

Ahmedabad Crime: લંડનની યુનિવર્સિટીના એડમીશન લેટર બનાવી રૂપિયા પડાવતી ટોળકી સુરતથી ઝડપાઇ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 11, 2023 | 11:42 PM

લંડનની યુનિવર્સિટીના એડમીશન લેટર બનાવી રૂપિયા પડાવી લેનાર ટોળકીના ત્રણ આરોપીઓની ગણતરીના દિવસોમાં બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ત્રણ માંથી નિખિલ બાજરીયાની અમદાવાદ ખાતેથી અને દર્શિત રૈયણી તથા વ્રજ ઉર્ફે વિરાજ નામના બંને આરોપીઓને સુરતના વરાછા વિસ્તારમાં થી ઝડપી પાડ્યા છે.

ગત 4 સપ્ટેમ્બરના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં 11.52 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા અનેક લોકોના નામ ખૂલ્યા હતા. જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે.જો કે આ કૌભાંડમાં હજુ વધુ આરોપીઓની સંડોવણી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા યુવાને લંડનની કોલેજમાં એડમીશન મેળવવા માટે પોતાના મિત્ર નિખિલ બાજરીયાને વાત કરી હતી. નિખિલે દર્શિત રૈયાણી નામના શખ્સને વાત કરતા દર્શિતે લંડનની કોલેજમાં ફી ભરી દીધી હોવાનો બનાવટી લેટર આપીને રૂપિયા 11.52 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે બાપુનગર પોલીસની ટીમે સૌ પ્રથમ નિખિલ બાજરીયાની ધરપકડ કરી હતી અને તેની સઘન પૂછપરછમાં સામે આવ્યું કે દર્શિત રૈયાણી તથા વ્રજ ઉર્ફે વિરાજ નામનો શખ્સ સુરતના વરાછામાં રહે છે.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

જેથી પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી નિખિલ બાજરીયાને હાલ જેલ હવાલે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે ત્રણ માંથી બે આરોપીઓ દર્શિત રૈયાણી અને વ્રજ ઉર્ફે વિરાજ સમગ્ર છેતરપીંડીના ગુનામા માસ્ટર માઈન્ડ છે.આ બંને આરોપીઓ છેલ્લાં કેટલાક સમયથી વિદેશમા અભ્યાસ કરવા જતા હોય તેવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હતા. ઉપરાંત આરોપીઓ જે તે યુનીવર્સીટીના ખોટા એડમીશન લેટર તથા ફી ભર્યા હોવાની બનાવટી રીસીપ્ટ બનાવીને લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં પડતર પ્રશ્નોને લઈ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો આંદોલન પર ઉતર્યા, થાળી વગાડી સરકાર સામે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

આ કૌભાંડમાં દર્શિત રૈયાણી અને વ્રજ ઉર્ફે વિરાજ મુખ્ય આરોપી છે. જ્યારે મૂળ અમદાવાદનો નિખિલ બાજરીયા એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અને નિખિલ વિદ્યાર્થીઓ શોધી લાવી બંને આરોપીઓને લીડ આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ એડમીશન લેટર કેવી રીતે અને ક્યાં બનાવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">