VIDEO : નીતિશ કુમાર સ્ટેજ પર જ ઢળી પડ્યા, પટના યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન જાણો શું બની ઘટના ?

નીતિશ કુમાર પટના યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો પગ લપસી જતા ગબડી પડ્યા હતા .તેઓ શિક્ષક દિવસના અવસર પર પટના યુનિવર્સિટીના વ્હીલર સેનેટ હાઉસનું ઉદ્ઘાટન કરવા પહોચ્યાં હતા. આ દરમિયાન બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હાજર હતા અને બંને નેતાઓ પડદો હટાવવા માટે દોરી ખેંચી રહ્યા હતા

VIDEO :  નીતિશ કુમાર સ્ટેજ પર જ ઢળી પડ્યા, પટના યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન જાણો શું બની ઘટના ?
Nitish Kumar slipped on the stage during a function in Patna University video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 1:36 PM

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટના યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો પગ લપસી જતા ગબડી પડ્યા હતા . જો કે, ત્યાં હાજર તેમના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધા અને નીચે પડે તે પહેલા તેમને સંભાળી લીધા હતા.

નીતિશ કુમારનો સ્ટેજ પર પગ લપસ્યો

નીતિશ કુમારના પડી જવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે તેઓ શિક્ષક દિવસના અવસર પર પટના યુનિવર્સિટીના વ્હીલર સેનેટ હાઉસનું ઉદ્ઘાટન કરવા પહોચ્યાં હતા. આ દરમિયાન બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ હાજર હતા અને બંને નેતાઓ પડદો હટાવવા માટે દોરી ખેંચી રહ્યા હતા ત્યારે નીતિશ કુમારનો પગ લપસ્યો અને તેઓ પડી ગયા.

એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
Green Spinach : ગ્રીન પાલક પોષક તત્વોનો છે ખજાનો, જાણો કેટલા હોય છે વિટામીન
રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ
આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ

તે બાદ ઉભા થયા પછી નીતિશ કુમારે આ હોલનું ઉદ્ઘાટન કર્યું અને પછી ઊભા થઈને રાજ્યપાલ સાથે તેમનો ફોટો ક્લિક કરાવ્યો. વાસ્તવમાં, નીતિશ જ્યાં ઉભા રહીને પડદાની દોરી ખેંચી રહ્યા હતા તે જગ્યા સમતલ ન હતી અને તેથી જ તેમનો પગ લપસી ગયો.

પટના યુનિવર્સિટીના હોલનું ઉદ્ઘાટન કરવા પહોચ્યાં હતા

મુખ્યમંત્રી નીતિશ કુમાર મંગળવારે સવારે પટના યુનિવર્સિટી પહોંચ્યા હતા. શિક્ષક દિન નિમિત્તે અહીં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર પણ હાજર હતા. CM નીતિશ અને રાજ્યપાલે PU માં નવા સુશોભિત સેનેટ હોલનું પણ ઉદ્ઘાટન કર્યું. સીએમ નીતિશ જેમ જ ઉદ્ઘાટન માટે રાજ્યપાલ સાથે સ્ટેજ પર પહોંચ્યા કે તરત જ તેમનો પગ લપસી ગયો.

બીજી જ ક્ષણે મુખ્યમંત્રી ડઘાઈ ગયા અને સ્ટેજ પર પડ્યા. આ જોઈને ત્યાં હાજર દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા. જો કે, સુરક્ષાકર્મીઓએ તરત જ સીએમ નીતિશને હેન્ડલ કરીને ઉભા કરી દીધા હતા. જ્યારે તેમણે જોયું કે સીએમને કોઈપણ રીતે ઈજા થઈ નથી, ત્યારે તેમણે રાહતનો શ્વાસ લીધો. મુખ્યમંત્રી સાવધાનીપૂર્વક ઉભા થયા અને રાજ્યપાલ આર્લેકરનો સંપર્ક કર્યો. આ પછી બંનેએ સેનેટ હોલનું ઉદ્ઘાટન કર્યું અને પછી સમારોહને સંબોધિત કર્યો.

યુનિવર્સિટીમાં વિતાવેલા જૂના દિવસો કર્યા યાદ

શિક્ષકોને સંબોધતા નીતિશ કુમારે કહ્યું કે પટના યુનિવર્સિટી ભારતની સાતમી યુનિવર્સિટી છે. અમે આમાં પહેલેથી જ અભ્યાસ કર્યો હતો. જ્યારે તેનું નિર્માણ થયું ત્યારે સમગ્ર ભારતમાં માત્ર સાત યુનિવર્સિટીઓ હતી. હવે તેના 106 વર્ષ પૂર્ણ થયા છે. શરૂઆતથી જ આ યુનિવર્સિટી શિક્ષણ અને સંશોધનમાં યોગદાન આપી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">