અમદાવાદમાં પડતર પ્રશ્નોને લઈ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો આંદોલન પર ઉતર્યા, થાળી વગાડી સરકાર સામે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતીને લઈને TET-TATપાસ ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે અને કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને લઈ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે અને જ્ઞાન સહાયકના બદલે ગ્રાન્ટેડ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ કરી છે.
અમદાવાદમાં જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને લઈ ગ્રાન્ટેડ શાળાના (Granted School) શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે. ગ્રાન્ટેડ શાળાના આચાર્યો, શિક્ષકો અને સંચાલકોએ થાળી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્ઞાન સહાયકના બદલે ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરો અને 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપો તેવી શિક્ષકોની માગ છે. સાથે શિક્ષકોની કાયમી ભરતી કરી શિક્ષણ સુધારવા સરકારને રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતીને લઈને TET-TAT પાસ ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે અને કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોને લઈ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે અને જ્ઞાન સહાયકના બદલે ગ્રાન્ટેડ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos