14.9.2024

દશેરાના દિવસે ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ

Image - getty Image

ઘરે જલેબી બનાવવા માટે સૌથી પહેલા મેંદાનો લોટ લો.

આ લોટમાં ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ અને 1/4 ટીસ્પૂન બેકિંગ પાઉડર ઉમેરો.

તેમાં એક ચપટી હળદર અને 1/4 દહીં ઉમેરી ઘટ્ટ ખીરુ બનાવો.

તૈયાર કરેલા ખીરાને 24 કલાક ફરમેંટ થવા રાખો. ફરમેંટ થયા બાદ જલેબી બનાવવા સોસની બોટલનો ઉપયોગ કરી શકો છો.  

હવે એક તારની ચાસણી બનાવી લો. તેમાં કેસર પણ ઉમેરી શકો છો.

તમે હવે જલેબીને મધ્યમ આંચ પર ઘીમાં તળી શકો છો.

જલેબી બંન્ને બાજુથી ગોલ્ડન રંગની થાય ત્યારે બહાર કાઢો.

હવે ચાસણીમાં ડૂબાડી રાખો. ત્યારબાદ રબડી સાથે સર્વ કરી શકો છો.