Ahmedabad : ઊંઝા APMCમાં લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી કરોડોની કરચોરી કરી, પોલીસે ફરિયાદીની જ ધરપકડ કરી તપાસ હાથ ધરી

|

Aug 31, 2022 | 4:43 PM

ઉંઝા APMC( Unjha APMC) માર્કેટના નકલી લાયસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂપિયા 630 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું છે.આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂપિયા 10 હજાર કમિશન આપવામાં આવતું હતું

Ahmedabad : ઊંઝા APMCમાં લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી કરોડોની કરચોરી કરી, પોલીસે ફરિયાદીની જ ધરપકડ કરી તપાસ હાથ ધરી
Ahmedabad Police Arrest Unjha Apmc Fraud Accused

Follow us on

અમદાવાદની ઘાટલોડિયા પોલીસે ઊંઝા એપીએમસી (Unjha Apmc)નકલી લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી કરોડોની કરચોરી(Tax Theft)કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ઊંઝા APMCના નકલી લાઇસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂપિયા 600 કરોડની કરચોરી કરવામાં આવી હતી. તેમજ ઇન્કમટેક્સે કરોડોના ટ્રાન્ઝેક્શનના આધારે નોટિસ આપતા આરોપીઓએ ષડયંત્ર રચ્યું હતું.જેમાં આરોપી ઇન્કમટેક્ષની(Incometax)નોટીસથી બચવા પોલીસમાં ખોટી અરજી કરી અને તપાસમાં કરચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું. જે કેસમાંઘાટલોડિયા પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી અરજદાર બનેલા જ વ્યક્તિને આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

1 કરોડના ટ્રાન્જેકશનના કમિશન પેટે તમને 10 હજાર મળશે

જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ ઉંઝા APMC માર્કેટના નકલી લાયસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂપિયા 630 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું છે.આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂપિયા 10 હજાર કમિશન આપવામાં આવતું હતું..જો કે ખાતેદારોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો આપતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું હતું..જેને લઈને 6 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી ધારક પટેલની ધરપકડ કરી છે. તેમજ આરોપી ઋતુલ પટેલ ધારકના ફોઈનો દીકરો થાય છે.ઋતુલે ધારકને એવી ઓફર આપી હતી કે અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટનું લાયસન્સ કઢાવીને જીરુ, વરિયાળી તેમજ અન્ય અનાજના ખરીદ-વેચાણનો ધંધો કરવા માંગીએ છીએ.જેના 1 કરોડના ટ્રાન્જેકશનના કમિશન પેટે તમને 10 હજાર મળશે.આમ કરી ધારક પટેલના ખાતામાં 130 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હતું.

આ અંગે ખુદ ધારકે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી

આ આરોપીઓએ કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન પણ કર્યા હતા.જેથી ધારકે ઋતુલને તેના ડોકયુમેન્ટસ આપ્યા હતા..જેના આધારે આરોપીઓએ ધારકના નામનું ઉંઝા એપીએમસી માર્કેટનું ખોટુ લાયસન્સ કઢાવીને ધારકના નામનું બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું..જો કે ધારકના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન થવા લાગ્યા હોવાથી તેને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી. જેથી આ અંગે ખુદ ધારકે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે, ઋતુલ પટેલ, ઉદય મહેતા તેમજ અન્ય લોકોએ ભેગા મળીને ધારકના ડોકયુમેન્ટસનો દુરુઉપયોગ કરીને તેના નામ ઉપર ઉંઝા એપીએમસી માર્કેટનું નકલી લાઈસન્સ કઢાવ્યુ હતું.

નીતિશ કુમાર રેડ્ડીએ કેટલી કમાણી કરી?
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ? (Copy)
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
1 જાન્યુઆરી, 2025 થી બદલાશે આ નિયમ, જાણી લો
Vastu Tips : ઘરની છત પર કાગડાનું બેસવું શુભ કે અશુભ સંકેત ? જાણો અહીં

કમિશનની લાલચમાં આવીને લાયસન્સ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પુરવાર થયું

જેના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન કર્યા હતા..જેની પોલીસે તપાસ કરતા ઋતુલ અને ઉદયએ ધારકની જેમ જ યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખના નામે પણ ખોટા લાયસન્સ કઢાવીને તેમના કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા..જેમાં ફરાર ઉદય અને ઋતુલે 500 થી 600 કરોડના ટ્રાન્જેકશન કરીને ઈન્કમટેક્સની ચોરી કરી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે ધારકની અરજીની તપાસ કરતા આ કૌભાંડમાં ધારકે પણ કમિશનની લાલચમાં આવીને લાયસન્સ બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પુરવાર થયું હતું..જેથી પોલીસે 6 આરોપી સામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે આઈટી અને ઈડી બંને ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી

આ કૌભાંડમાં બ્લેક મની વ્હાઈટ કરીને ઈન્કમટેક્સની ચોરી કરવામાં આવી છે.જેથી આ અંગે આઈટી અને ઈડી બંને ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે..જેથી આ બંને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પણ કરચોરીના આ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે…ત્યારે અન્ય આરોપીઓ પકડાયા બાદ તેઓનો શુ રોલ હતો તે બાબતે પણ વધુ તપાસ બાદ નવા ખુલાસા સામે આવશે.

Published On - 4:42 pm, Wed, 31 August 22

Next Article