અમદાવાદ બાદ અહમદ શાહે અહમદનગરની સ્થાપના કરી હતી, આજે આ નામથી ઓળખાય છે, જાણો

ઐતિહાસિક ઇમારતો અને બુલંદ ઇતિહાસના સાક્ષી રહેલા અમદાવાદ શહેરને વર્ષ 1411માં 26 ફેબ્રુઆરીએ સ્થાપવામાં આવ્યુ હતુ અહેમદ શાહ પ્રથમે અમદાવાદની સ્થાપના સાબરમતી નદીના કિનારે કરી હતી. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન ધરાવે છે. અમદાવાદ શહેરની સ્થાપનાને 2024માં 613 વર્ષ થયા છે.

અમદાવાદ બાદ અહમદ શાહે અહમદનગરની સ્થાપના કરી હતી, આજે આ નામથી ઓળખાય છે, જાણો
અહમદનગરની સ્થાપના ઇતિહાસ, જાણો
Follow Us:
| Updated on: Feb 26, 2024 | 2:46 PM

અમદાવાદની સ્થાપના મુઝફ્ફર વંશના સુલતાન અહમદ શાહ પ્રથમે કરી હતી. વર્ષ 1411 માં અહમદ શાહ પહેલાએ 26 ફેૂબ્રુઆરીએ સ્થાપના કરીને ગુજરાત સલ્તનતનું પાટનગર બનાવ્યુ હતુ. અહમદ શાહ બાદશાહે કર્ણાવતી અને આશાવલ નગરોની પાસે આવેલ સાબરમતી નદીના કિનારા પર આ શહેરની સ્થાપના 613 વર્ષ અગાઉ કરી હતી. ત્યારથી આ શહેર દિવસેને દિવસે વિકાસને આંબતુ રહ્યુ છે. અનેક ચડાવ ઉતાર આ શહેરે જોયા છે અને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન ધરાવે છે.

અહમદ શાહ પહેલાએ અમદાવાદની સ્થાપનાના 15 વર્ષ બાદ હાથમતી નદીના કિનારે વધુ એક નગરની સ્થાપના કરી હતી. વર્ષ 1426માં અહમદ શાહ પહેલાએ ખાસ રણનિતી સાથે હાથમતી નદીના કિનારે અહમદનગરની સ્થાપના કરી હતી. જે આજે ઉત્તર ગુજરાતના મહત્વના શહેર તરીકે જાણીતું છે.

અમદાવાદ બાદ અહમદનગરની સ્થાપના

સાબરમતી નદીના કિનારે વર્ષ 1411 માં ગુજરાતના સુલ્તાન અહમદ શાહ પ્રથમે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. તેના બરાબર 15 વર્ષ બાદ વધુ એક નગરની સ્થાપના હાથમતી નદીના કિનારે કરી હતી. આ શહેરને અહમદનગર નામ આપવામાં આવ્યુ હતુ. આ શહેરને આજે 598 વર્ષ થઈ ચુક્યા છે. અહમદનગરને હાલમાં હિંમતનગર તરીકે ઓળખવામાં આવે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

સુલતાન અહમદ શાહે હાથમતી નદીના કિનારે નગર સ્થાપવા માટે ખાસ રણનિતી વિચારી હતી. અહમદ શાહે ઇડરને ધ્યાને રાખીને આ નગરની સ્થાપના કરી હોવાનું મનાય છે. ઇડર સ્ટેટ એક મહત્વનુ મજબૂત રાજ્ય હતુ. આમ અહમદ શાહે અહીં લશ્કરી છાવણી સ્થાપી હોવાનું કહેવાય છે.

આ રીતે હિંમતનગર નામ થયું

18મી સદીમાં અહમદનગર ઇડર વંશે કબજે કરી લીધુ હતુ. અહમદનગર અને આસપાસના વિસ્તાર પર સંગ્રામસિંહે કબ્જો જમાવી દીધો હતો. સંગ્રામ સિંહ બાદ પુત્ર કરણસિંહ સત્તામાં આવ્યા હતા અને તેઓ 1835માં અવસાન પામ્યા હતા. 1848માં અહમદનગર ઇડર રાજ્યમાં પરત સામેલ કરાયું હતુ. ત્યાર બાદ વર્ષ 1912 માં અહમદનગરનું નામ બદલવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો:  લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ 

પાંચ સદી બાદ અહમદ શાહ પ્રથમે સ્થાપેલ નગરને નવું નામ મળ્યુ હતુ. અહમદનગરના બદલે આ શહેરને હવે હિંમતનગર નામ આપવામાં આવ્યુ હતુ. આ નામ ઇડરના મહારાજા સર પ્રતાપસિંહ દ્વારા તેમના પુત્ર કુંવર હિંમત સિંહ પરથી આપવામાં આવ્યુ હતુ. હિંમતનગર શહેરને વર્ષો અગાઉ અમનગર તરીકે ઓળખતા હતા. હિંમતનગર શહેર દિવસે દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">