ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના 6 વર્ષ, ગુજરાતમાં 44 % ખાતાધારકો મહિલા

જો તમારી પાસે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ખાતું હોય તો પોસ્ટ ઓફિસના સુકન્યા, રીકરીગ ડિપોઝીટ, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સમાં પણ ઓનલાઈન ડિપોઝીટ કરી શકાય છે. આઈપીપીબી એવા લોકોના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છે જેમની પાસે વીમા અને અન્ય નાણાકીય સેવાઓની સરળ ઍક્સેસ નથી

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના 6 વર્ષ, ગુજરાતમાં 44 % ખાતાધારકો મહિલા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2024 | 3:54 PM

પોસ્ટ વિભાગના ઉપક્રમ તરીકે સ્થપાયેલી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે ‘તમારી બેંક, તમારા ઘરે’ ને પ્રોત્સાહન આપીને તેની 6 વર્ષની સફરમાં ઘણા નવા કિર્તીમાન સ્થાપ્યા છે. આજે તે ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સમાવેશ અને ડિજિટલ ઈન્ડિયાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડવામાં આવી રહી છે, તેમ અમદાવાદના ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ની શરૂઆત 1 સપ્ટેમ્બર, 2018 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સર્કલમાં 33 લાખથી વધુ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાઓ કાર્યરત છે. વર્તમાન નાણાકીય વર્ષમાં, ગુજરાતમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે અત્યાર સુધીમાં 1.19 લાખ લોકોને સામાન્ય સુરક્ષા વીમો, CELC હેઠળ 1.80 લાખ લોકોને ઘર આધારિત મોબાઇલ અપડેટ અને 2571 બાળકોની ઘર આધારિત આધાર નોંધણી પ્રદાન કરી છે. 15 લાખથી વધુ લોકોને અંદાજે 242 કરોડ રૂપિયાની ડીબીટી ચુકવણી કરવામાં આવી હતી.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે દૂરના વિસ્તારોમાં પણ લોકોના ઘરઆંગણે પેપરલેસ, કેશલેસ બેંકિંગ સુવિધાઓ પૂરી પાડીને બેંકિંગની સ્થિતિને પુન: આકાર આપ્યો છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ના ટાર્ગેટ માર્કેટ સેગમેન્ટ્સ, સમાજના સૌથી આર્થિક રીતે બાકાત અને નબળા વર્ગોમાંના કેટલાક હોવાને કારણે, બેંકે કરકસરયુક્ત નવીનતા અને સરળ અને સાહજિક વપરાશકર્તા ઇન્ટરફેસ દ્વારા છેલ્લા માઈલ પર સહાયક બેંકિંગને સક્ષમ કર્યું છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના 44% ગ્રાહકો મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પણ દર્શાવે છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા મોબાઈલ બેંક તરીકે કામ કરે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક પોસ્ટમેન દ્વારા 5 વર્ષ સુધીના બાળકોની આધાર નોંધણી અને CELC સેવા દ્વારા મોબાઇલ અપડેટ, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, DBT, આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ, બિલ ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે સુવિધાઓ નાગરિકોને ઘરે-ઘરે પહોંચાડે છે.

જો તમારી પાસે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ખાતું હોય તો પોસ્ટ ઓફિસના સુકન્યા, રીકરીગ ડિપોઝીટ, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સમાં પણ ઓનલાઈન ડિપોઝીટ કરી શકાય છે. આઈપીપીબી એવા લોકોના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ છે જેમની પાસે વીમા અને અન્ય નાણાકીય સેવાઓની સરળ ઍક્સેસ નથી, એમ યાદવે જણાવ્યું હતું.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના 7મા સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના સ્વતંત્ર નિયામક જયશ્રી વ્રજલાલ દોશી, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના AGM ડૉ. રાજીવ અવસ્થી, ચીફ મેનેજર કપિલ મંત્રી, ચીફ પોસ્ટ માસ્તર રિતુલ ગાંધી સાથે મળીને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં કામ કરનારા કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">