આ અભિનેત્રી છે દેશની સૌથી મોંઘી ‘આઈટમ ગર્લ’, 5 મીનિટના ગીતના લીધા 5 કરોડ, જાણો કોણ કેટલી લે છે ફી

|

Apr 04, 2024 | 8:19 PM

જ્યારથી બોલિવૂડ અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી તે આઈટમ સોંગ્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને 50ના દાયકાની ઘણી અભિનેત્રીઓ હતી જેણે પોતાના ડાન્સથી ચાહકોને ચોંકાવી દીધા હતા. હેલનથી લઈને બિંદુ સુધી, એવી ઘણી દિગ્ગજ અભિનેત્રીઓ રહી છે જેમણે પોતાના ડાન્સ નંબરથી ફિલ્મોને લોકપ્રિય બનાવી છે અને ઘણી લોકપ્રિય રહી છે.

આ અભિનેત્રી છે દેશની સૌથી મોંઘી આઈટમ ગર્લ, 5 મીનિટના ગીતના લીધા 5 કરોડ, જાણો કોણ કેટલી લે છે ફી
The most expensive item girl dancer

Follow us on

બોલિવુડ ફિલ્મો હંમેશા સ્પેશિયલ ડાન્સ નંબર તેમજ આઈટમ સોંગથી વધારે ફેમસ થાય છે. ઘણી વખત જો કોઈ ફિલ્મ ફ્લોપ થઈ જાય તો પણ તેનું આઈટમ સોંગ હિટ થઈ જાય છે.છેલ્લા કેટલાક વર્ષોમાં આઈટમ નંબર્સ ફિલ્મોનો ખાસ ભાગ બની ગયા છે અને પહેલા માત્ર અમુક ખાસ અભિનેત્રીઓ જ તેમાં જોવા મળતી હતી, પરંતુ હવે ટોચની અભિનેત્રીઓ પણ આઈટમ સોંગ કરવા તૈયાર થઈ જાય છે અને લિડ એક્ટ્રેસ કરતા પણ વધારે ચાર્જ લે છે. આઈટમ સોંગ ફિલ્મોનો એક ભાગ રહ્યો છે.

મલાઈકાથી લઈને સની લિયોન સુધી એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે ડાન્સ નંબર અથવા આઈટમ સોંગ ફિલ્મોમાં કર્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કઈ અભિનેત્રી સૌથી મોંઘી આઈટમ ગર્લ કે આઈટમ ગર્લ ડાન્સર બની અને એક 4થી 5 મીનીટના ગીત માટે કરોડોની ફી લીધી .

IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી
આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ

બોલિવુડમાં આઈટમ સોંગની બોલબાલા

ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી કરનાર આઈટમ ગર્લે ફિલ્મમાં માત્ર 5 મીનીટ ડાન્સ કરવા 5 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે. જે આજ સુધીનો સૌથી મોટો ચાર્જ છે. તે અભિનેત્રીનું નામ જાણીએ તે પહેલા બોલિવુડની કઈ અભિનેત્રી આઈટમ સોંગ માટે કેટલો ચાર્જ લે છે ચાલો જાણીએ.

બોલિવુડની કઈ અભિનેત્રી કેટલી લે છે ફી ?

એવી ઘણી અભિનેત્રીઓ છે જે ખાસ ડાન્સ નંબર અથવા આઈટમ સોંગ્સમાં પોતાના દેખાવ માટે જાણીતી છે. કદાચ આ નામોમાં પહેલું નામ મલાઈકા અરોરાનું છે. અહેવાલ મુજબ અભિનેત્રી દરેક ગીત માટે 50 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે કરીના કપૂર આઇટમ સોંગ માટે 1.5 કરોડ રૂપિયાથી વધુ ફી લેતી હતી. તમન્ના ભાટિયા એક ગીત માટે રૂ. 1 કરોડની કમાણી કરે છે, જ્યારે કેટરીના કૈફ આઇટમ ગીત દીઠ રૂ. 2 કરોડથી વધુ ચાર્જ કરે છે. રિપોર્ટ્સ અનુસાર, ડાન્સ નંબર્સની અનક્રાઉન કિંગ નોરા ફતેહી એક ગીત માટે 2 કરોડ રૂપિયા સુધી ચાર્જ લે છે. સની લિયોન પણ બોલિવૂડની સૌથી મોંઘી આઈટમ ગર્લ્સમાંથી એક છે, જે દરેક ગીતમાંથી 2-3 કરોડ રૂપિયા ચાર્જ લે છે. પણ આ બધાથી મોંઘી અભિનેત્રી તે બીજુ કોઈ નથી પણ સામંથા છે.

સૌથી મોંઘી આઈટમ ગર્લ ડાન્સર

સામંથા રૂથ પ્રભુએ અલ્લુ અર્જુનની ‘પુષ્પા ધ રાઇઝ’ના ચાર્ટબસ્ટર ‘ઉં અંતાવા’માં તેના અભિનય માટે 5 કરોડ રૂપિયા ફી લીધી હોવાના અહેવાલ છે. પાંચ મિનિટનો દેખાવ એ તેની કારકિર્દીમાં સમન્થાનો પહેલો ખાસ આઈટમ નંબર આઈટમ સોંગ હતો જેણે આ ગીત સુપર હિટ બનાવી દીધુ. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુને કહ્યું કે આ ભૂમિકા માટે આટલી દિગ્ગજ અને સફળ અભિનેત્રીને પૂછવામાં તે શરૂઆતમાં અચકાતા હતા પણ સામંથાએ પુષ્પામાં આઈટમ સોંગ કરી લોકોને ચોંકાવી દીધા

Published On - 5:26 pm, Thu, 4 April 24

Next Article