પેટ પકડીને હસવા માટે થઈ જાવ તૈયાર, આ દિવસથી શરુ થઈ રહ્યો છે કપિલ શર્મા-સુનીલ ગ્રોવરનો શો

કપિલ શર્મા ફરી એક વખત ચાહકોને હસાવવા આવી રહ્યા છે. આ વખતે તેમની સાથે વર્ષો પછી સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. કપિલનો આ શો આ મહિનાના લાસ્ટમાં સ્ટ્રીમ થશે.આ વચ્ચે કપિલ શર્માએ એક વીડિયો શેર કર્યો છે.

પેટ પકડીને હસવા માટે થઈ જાવ તૈયાર, આ દિવસથી શરુ થઈ રહ્યો છે કપિલ શર્મા-સુનીલ ગ્રોવરનો શો
Follow Us:
| Updated on: Mar 12, 2024 | 2:12 PM

કપિલ શર્મા એક એવો કોમેડિયન છે જે લોકોને રડતા રડતા પણ હસાવી દે છે. તેની સાદી અને સિંપલ કોમેડી લોકોને ખુબ પસંદ પણ આવે છે. ચાહકો કપિલ શર્માના કોમેડી શોના દિવાના છે. હવે ફરી એક વખત એક નવો શો લઈને આવી રહ્યા છે. આશોમાં લાંબા સમય બાદ સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. સુનીલ અને કપિલને ફરી એક સાથએ જોવા માટે ચાહકો આતુર છે. આ વચ્ચે કપિલ શર્માએ એક વીડિયો શેર કર્યો છે.

કપિલ શર્માએ થોડા દિવસ પહેલા સુનીલ ગ્રોવર અને પોતાના નવા શોની જાહેરાત કરી હતી. આ શોમાં સુનીલની સાથે કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને અર્ચના પુરનસિંહ પણ જોવા મળશે. કપિલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આખી ટીમની સાથે રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
View this post on Instagram

A post shared by Kapil Sharma (@kapilsharma)

આ દિવસે સ્ટ્રીમ થશે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનો શો

કપિલ શર્માએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શોની આખી ટીમ એક સાથે જોવા મળી રહી છે. આખી ટીમને નેટફ્લિક્સની ઈવેન્ટમાં ટુડુમને એક સાથે બોલતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ બોલવા માટે ટીમ બીજો ટેક લે છે. વીડિયો જોવામાં ખુબ ફની લાગી રહ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં જણાવ્યું કે, આ શો 30 માર્ચના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

સુનીલ ગ્રોવરે કેમ છોડ્યો હતો કપિલ શર્માનો શો

તમને જણાવી દઈએ કે, સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા અંદાજે 7 વર્ષ બાદ એક સાથે જોવા મળશે. આ પહેલા કપિલના શોની લાસ્ટ સિઝનમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાનું પાત્ર ગુથ્થી,ડોક્ટર મશહુર ગુલાટીથી ચાહકોને ખુબ હસાવ્યા હતા. કપિલ અને સુનીલની જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી પરંતુ 2017માં ફ્લાઈટમાં થયેલો એક ઝગડા બાદ સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. ત્યારથી લોકોની ડિમાંડ હતી કે, સુનીલને ફરી પાછો લાવવામાં આવે.

આ પણ વાંચો  : Oscars 2024 : શું તમે જાણો છો ઓસ્કારની ટ્રોફીમાં કોની મૂર્તિ હોય છે, ટ્રોફી બનાવવા કેટલો સમય લાગે છે જાણો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">