Ankita Lokhande પર તૂટ્યો દુઃખનો પહાડ, સુશાંત સિંહ રાજપુતે આપેલી ગિફ્ટને ખોઈ દીધી
બિગ બોસ 17માં 107 દિવસ વિતાવ્યા બાદ અભિનેત્રી અંકિતા લોખંડે ઘરે પરત ફરી છે. પરંતુ આ દરમિયાન તેને એક દુખદ સમાચારમાંથી પસાર થવું પડ્યું છે.
બિગ બોસ 17ના ઘરમાંથી બહાર નીકળ્યાના થોડાં દિવસો બાદ જ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના ઘરેથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસના પાલતુ કૂતરાએ દુનિયાને અલવિદા કહી દીધું છે અને દુનિયામાંથી વિદાય લેવાથી અંકિતા ખૂબ જ ભાવુક થઈ ગઈ છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર તેના પાલતુ કૂતરાના મૃત્યુની માહિતી આપી છે.
અંકિતા ઈમોશનલ થઈ ગઈ
અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તેના પાલતુ કૂતરા સ્કોચનો ફોટો શેર કર્યો છે અને માહિતી આપી છે કે સ્કોચ હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હે બડી મમ્મા, તમને ખૂબ જ યાદ કરવામાં આવશે. શાંતિથી આરામ કરો સ્કોચ.’ અંકિતાના ફેન્સે આ ભાવનાત્મક પોસ્ટ પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.
મળતા અહેવાલો મુજબ આ કૂતરો અંકિતાને તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતે ભેટમાં આપ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્કોચ સાથે રમતા જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
(Credit Source : Ankita Lokhande)
યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે
બિગ બોસની સીઝન 17માં પોતાની શાનદાર રમતથી લોકોનું દિલ જીતનારી અંકિતાની આ પોસ્ટ સામે આવતા જ તેના ફેન્સ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘ભગવાન આત્માને શાંતિ આપે’, બીજા યુઝરે દુઃખ વ્યક્ત કરતા લખ્યું, ‘તમે તમારૂ ધ્યાન રાખો.’
અન્ય એક યુઝરે અંકિતાની પોસ્ટ પર લખ્યું, ‘હે ભગવાન, ધ્યાન રાખજો.’અંકિતાની પોસ્ટ પર તેના ખાસ મિત્ર અમૃતા ખાનવિલકરે પણ ‘સ્કોચ’ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોમેન્ટ કરતી વખતે તેણે લખ્યું, ‘હે ભગવાન, તેની આત્માને શાંતિ મળે.’ તમને જણાવી દઈએ કે અમૃતા ખાનવિલકર પણ બિગ બોસના ઘરમાં તેના મિત્રને સપોર્ટ કરતી જોવા મળી હતી.