Photos: તારા સુતારિયાએ જન્મદિવસ પર બોલ્ડ લુકમાં શેર કરી તસવીરો, અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોઈને ચાહકો થયા દિવાના
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાની ફિલ્મ તડપ ટુંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં તે પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria) આજે તેનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. તારાએ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. તારા અવારનાવાર તેના ચાહકો માટે તેની તસવીરો શેર કરતી રહે છે.

તારા સુતરિયાનો બોલ્ડ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તારાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થતી જોવા મળે છે.

તારાએ આજે તેના જન્મદિવસ પર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

તસવીરો શેર કરતા તારાએ લખ્યું ફુલ ઓફ હાર્ટ..... તેની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તારાની આ તસવીર ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તારા ટૂંક સમયમાં ફિલ્મ તડપમાં અહાન શેટ્ટી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે,આ ફિલ્મથી અહાન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 3 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.