Sangharsh 2 Trailer: ખેસારી લાલની દમદાર એક્શન, પુત્રીના ડાયલોગે લૂટી લાઈમલાઈટ
દેશભક્તિના ડાયલોગ સાંભળીને તમે પણ રોમાંચિત થઈ જશો. જો કે, આ ફિલ્મમાં ખેસારી લાલ યાદવની પુત્રી કૃતિ યાદવનું નિર્દોષપણુ અને દમદાર ડાયલોગ બધાનું ધ્યાન ખેંચે છે.
ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સંઘર્ષ 2‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં, ખેસારી લાલની અદભૂત એક્શન અને દમદાર ડાયલોગ્સ ચાહકોને તાળીઓ પાડવા માટે મજબૂર કરી રહ્યા છે. દેશભક્તિના ડાયલોગ સાંભળીને તમે પણ રોમાંચિત થઈ જશો. જો કે, આ ફિલ્મમાં ખેસારી લાલ યાદવની પુત્રી કૃતિ યાદવનું નિર્દોષપણુ અને દમદાર ડાયલોગ બધાનું ધ્યાન ખેંચે છે.
આ પણ વાંચો: Breaking News: અમદાવાદમાં જોવા મળ્યું વાદળછાયું વાતાવરણ, મહેસાણામાં ભારે પવન ફૂંકાવાથી લાઇટ પોલને નુકસાન
‘સંઘર્ષ 2’ના ટ્રેલરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જ્યારથી આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે ત્યારથી ફેન્સ તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર ખૂબ જ જોરદાર રીતે શરૂ થાય છે, જેમાં ખેસારી લાલ મશીનગન વડે દુશ્મનો પર ફાયરિંગ કરતા જોવા મળે છે. ખેસારીના એક્શનથી ભરપૂર દ્રશ્યો ચાહકોના હોશ ઉડાડવા માટે પૂરતા છે.
View this post on Instagram
ખેસારીલાલ અને મેઘાશ્રીની શાનદાર કેમિસ્ટ્રી
માહી શ્રીવાસ્તવનું પ્રદર્શન અને તેનું ગીત ‘રિસ્કી હૈ’ પણ ટ્રેલરમાં જોવા મળે છે. આ સિવાય ફિલ્મમાં વિલનની ભૂમિકામાં સંજય પાંડે અને સુશીલ સિંહની પણ એન્ટ્રી છે. સંઘર્ષ 2માં મેઘાશ્રી ખેસારીની પત્નીનો રોલ કરી રહી છે. મેઘાએ પોતાની એક્સપ્રેસશન અને ઈમોશનથી બધાને ચોંકાવી દીધા છે.
ખેસારીની દીકરીએ લાઈમલાઈટ લૂંટી
ટ્રેલરમાં ખેસારી લાલની પુત્રી કૃતિ યાદવની એન્ટ્રીએ ચાહકોને ખૂબ જ ચોંકાવી દીધા છે. કૃતિ યાદવે નાની ઉંમરમાં જ તેના શાનદાર અભિનયથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રેલરમાં, કૃતિએ ‘ભારત કોઈ જમીન કા ટુકડા નહીં જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ’ જેવા શક્તિશાળી ડાયલોગ બોલ્યા છે. એકંદરે, સંઘર્ષ 2 ના ધમાકેદાર ટ્રેલરે ચાહકોની આતુરતા વધારી દીધી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…